________________
ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા મળીને એક માસમાં બાર પર્વતથિમાંથી એક પણે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ થતી નથી. એ પરમ સુવિહિત માન્યતા અનુસાર બારે પર્વ તિથિમાંથી એક પણ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કર્યા વિના બારે પર્વતિથિને અખંડ ઊભી રાખીને તે બારે પર્વતિથિની આરાધના ક્યારે કરવી ? અનન્તાનન્ત પરમપકારક પરમ તારક શ્રી જિનેન્દ્ર પરમાત્માના કલ્યાણકોની આરાધના કયારે કરવી? અને સર્વપર્વશિરોમણિ પર્વાધિરાજરાજેશ્વર શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના કયારે કરવી ? અર્થાત કઈ તિથિએ કરવી ? તે તિથિની ગણના કરવા માટે શ્રી વીર સંવત ૨૪૮૪, વિક્રમ સંવત ૨૦૧૪ તમે વર્ષે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની મૌખિક વિનતિથી પરમ પૂજ્ય પરમારાધ્ધપાદ શ્રી વિજયદેવસૂર તપાગચ્છ જૈન સંઘના પ. પૂ. આચાર્ય મહારાજાદિ તારક ગુરુભગવતેએ “જન્મ ભૂમિ પંચાંગ”ને માન્યતા આપીને સ્વીકારેલ; ત્યારથી ૫. પૂ. શ્રી જૈન સંઘમાં પર્વતિથિ આદિની ગણના માટે અને શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા આદિનાં મુહૂર્તોની ગણના જન્મભૂમિ પંચાંગ”ના આધારે કરાય છે.
તે માન્યતાપૂર્વકની સ્વીકૃતિ અનુસાર આજે પણ જન્મભૂમિ પંચાંગ”ના આધારે જ બારે પર્વતિથિઓની ગણના, કલ્યાણકની તિથિઓની ગણના તેમ જ સર્વ પર્વ શિરોમણિ પર્વાધિરાજરાજેશ્વર શ્રી પર્યુષણા મહાપર્વ આદિ અન્ય પ–મહાપર્વોની આરાધના કઈ તિથિએ કરવી તે અંગેની ગણના કરવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org