Book Title: The Jain 1998 07
Author(s): Amrit Godhia, Pradip Mehta, Pravin Mehta
Publisher: UK Jain Samaj Europe

View full book text
Previous | Next

Page 4
________________ PRATISHTHA MAHOTSAVA 10TH ANNNIVERSARY JULY 1998 EXECUTIVE EDITOR : Amrit Gadhia 0116 267 5386 Pradip Mehta -0116 260 1436 Pravinbhai K. Mehta-0116 266 0710 Cover Photo : Dome and the main image of Lord 'Shontincth' at Jain Centre, leicester. Publisher : Jain Samaj Europe 32 Oxford Street Leicester LE1 5XU Tel: 0116 - 254 3091 Printed by : Chatham Printers Limited 32 Chatham Street Leicester LE1 6PB Tel: 0116 - 255 6696 Fax: 0116 - 255 6571 Jain Education International 2016-03 editorial જુલાઇ ૯૮માં જિનાલયની પ્રતિષ્ઠાને દશ વર્ષ પૂરા થઇ રહ્યા છે. એ નિમિત્તે આપણે સહુ ભવ્યાતિભવ્ય ધાર્મિક મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે જે શોભાયાત્રાનું આયોજન થયેલ છે તેમાં સુશોભિત રથો, તાલબદ્ધ નૃત્યો, દિલ અને દિમાગને ડોલાવતા દાંડિયારાસની રમઝટ અને વિવિધ ધાર્મિક ઘટનાઓને રજૂ કરતા આબેહૂબ આલેખનો-દ્રશ્યો, વગેરેથી શોભતી સુંદર શોભાયાત્રામાં આપ સહુની હાજરી ચોક્કસપણે સોનામાં સુગંધનો ઉમેરો કરશે. આ પ્રસંગ આપણા સહુના જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે એમાં જરા પણ શંકાને સ્થાન નથી. હળીમળી લે જો ને કરમાં કર ગ્રહી લેજો નિખાલસ માં થકી સહુના હૃદયે વહી લેજો આ પ્રભુના ધામમાં આજે વેરઝેર ભૂલી જઈને થોડું પડે કષ્ટ અહિ તો હસતાં મુખે સહી લેજો આ અવસર આયખામાં ફરી કયારે મળશે? માનવ માત્રને આજે તો વ્હાલપથી મળી લેજો આપણે સર્વે એવાં સંત નથી કે મહંત નથી પણ બની શ્રાવક સાયાં જીવન ધન્ય કરી લેજો વિવિધ કાર્યક્રમોથી ભરપૂર આ દિવસો એક આનંદનો ને ધર્મનો માંગલિક પ્રસંગ બની રહેશે. તમારાં સ્નેહ અને સહકારની અહિં જુગલબંધી રચાશે. - એની મધુરી મીઠાશ આપણે સહુ માણીશું. જૈન ભાઇવ્હેનોનું સુંદર સપનું એટલે જૈનધર્મનો ફેલાવો અને જૈન સંસ્કૃતિની જાળવણી. આપણે સહુએ શુભ સપનું સાથે મળી પુરૂં કરીશુ. ચાલો, આ ભવ્ય ઉજવણી દિલના ઉમળકાથી ઉજવીએ અને ભાવિને ઉન્નત બનાવીએ. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોમાં જરુર ભાગ લઇને મોકળે મને જ્યાં જ્યાં જરુર હોય ત્યાં તન, મન અને ધનથી મદદગાર બનીએ, અહંકારને બાજુ પર રાખી આપણી સંપૂર્ણ શકિતથી આ પ્રસંગને દીપાવીએ. પ્રસંગ આપણો છે, આપણે પ્રસંગના છીએ. જીવનના અંતિમ મૂલ્યો પ્રેમ અને કરુણા છે. આ ઝરણું અંતરમાં હંમેશા વહેતું રહો. આ મંગલ પ્રસંગે જીવન સાર્થક થાવો એજ મંગલ ભાવના. “આ અંક પ્રકાશિત કરવામાં ઘણી વ્યક્તિઓએ સીધી અને આડકતરી રીતે તેમનો અમુલ્ય સમય આપ્યો છે. સર્વેની મહેનતના ફળસ્વરૂપે આ ‘સુવિનિયર અંક આપની સમક્ષ મૂકતા તંત્રીમંડળ ખૂબ જ હર્ષ અનુભવે છે અને દરેકનો હાર્દિક આભાર વ્યકત કરે છે.” THE HIND Forate Personal Use Only www.jain gar

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 198