Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 6
________________ આમુખ ગ્રંથપરિચય- અનંત ઉપકારી શ્રી જિનેશ્વરભગવંતો ‘તીર્થ'ની સ્થાપના કરતાં ગણધરપદ પ્રદાન કરે છે અને તે જ સમયે ‘દ્વાદશાંગી'ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવર્તન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની યોગ્યાયોગ્યતા, ઉપસ્થિત માનવગણની રૂચિ અને ગ્રાહ્યશક્તિને સામે રાખીને મહાનું પૂર્વાચાર્યોએ તેઓને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. ‘તત્ત્વાર્થસૂત્ર' આવા જ પ્રયત્નોનું એક સુંદર તેમજ સમતોલ મહાન શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું, ત્યારથી આજ સુધી અનેકો માટે નવપ્રેરણાનો સ્રોત બનતું આવ્યું છે, તેમજ કેટલાય કાળ સુધી નવપ્રયત્નોને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે. પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ. ગુરુવર્ય પણ જરા વિસ્તારરુચિ જીવોને ઉપલક્ષીને “તત્ત્વન્યાય વિભાકર' નામનો ગ્રંથ નિર્માણ કર્યો છે. તો ગ્રંથનું નામ જ વિષયનો સારો સ્ફોટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં ‘તત્ત્વ અને ‘ચાય’—આ બે વિષયો ઉપર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, કે જેથી ગ્રંથને ‘વિભાકર' સુર્યની ઉપમા અપાયેલ છે. જો કે “ચાય’ એ જ્ઞાનનું નિરુપણ છે અને જ્ઞાનનિરુપણ જીવ તત્ત્વાંતર્ગત છે, માટે તત્ત્વથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામનો ધ્વનિ પ્રગટિત થતો નથી, પણ નવ તત્ત્વોમાં પ્રધાન તત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાનસ્વરૂપ ન્યાય જ્ઞાનનો એક મહત્ત્વનો વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ ‘તત્તન્યાયવિભાકર” હોવા છતાં તત્ત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર–એમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગમાં વિભાજિત છે. પ્રથમના દર્શનવિભાગમાં નવ તત્ત્વોની ચર્ચા છે અને પ્રસંગને અનુરૂપ જૈનદર્શનની અણમોલ ભેટરૂપ કર્મતત્ત્વનું વિશદ વર્ણન છે.

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 814