Book Title: Tattvanyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય ‘તત્ત્વન્યાયવિભાકર” નામક મહાન ગ્રંથ આપના કરકમલમાં પ્રકાશિત કરતાં તન-મન હર્ષોલ્લાસથી ભરાઈ જાય છે. આજથી લગભગ સં. ૨૦૨૫ વર્ષે બરબુટ (રાજસ્થાન) ઉપધાન પ્રસંગે, પૂજ્યપાદ પરમોપકારી ગુરુદેવેશ આચાર્ય શ્રીમદ્વિજયભુવતિલકસૂરીશ્વરજી મહારાજને એક શુભ મનોરથ ઉત્પન્ન થયો કે - “સ્વ. આચાર્યભગવાન શ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ કૃત ‘શ્રી તત્ત્વન્યાયવિભાકર' નામના મહામૂલા ગ્રંથની ટીકાનું જો ગુજરાતી વિવેચન સાથે ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે, તો સંસ્કૃત-અનભિજ્ઞ મહાનુભાવો માટે શ્રી જિનેશ્વરકથિત તત્ત્વોનું સરલપણે બોધ થાય અને જીવન કેવી રીતે જીવવું? તેના માટે એક ભોમિયાની ગરજ સારે.” જો કે, આ ગ્રંથને સૂત્રાર્થ સાથે બે ભાગમાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજે (પંન્યાસપદાવસ્થામાં) પ્રકાશિત કર્યો હતો. પરંતુ વિસ્તારપૂર્વક તત્ત્વોની જાણકારી માટે તો ટીકાનું વિવેચન જો પ્રગટ થાય તો જ માલુમ થાય. આ દિવ્ય મનોરથને મનોમંદિરમાં પ્રતિષ્ઠિત કરીને પૂજ્યપાદ ગુરુમહારાજ આદોની સંઘની વિનંતિથી આદોની પધાર્યા. તે સમયે પોતાના વિદ્વાન શિષ્યરત્ન પૂ. પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ(હાલ આચાર્ય શ્રીવિજયભદ્રકરસૂરિ)ને સ્વ મનોરથ જણાવ્યો. પૂ. પંન્યાસજી મહારાજે પૂ. ગુરુદેવના ભવ્ય મનોરથને સાકાર કરવા માટે તે ટીકાનું ગુજરાતી વિવેચન કરી આપવા માટે પ્રસન્ન વદને સ્વીકાર કર્યો અને અનેક ગ્રંથોનો સહારો લઈને થોડા જ વર્ષોમાં ગ્રંથને સંપૂર્ણ કર્યો, કે જેનો પ્રથમ ભાગ સં. ૨૦૩૩ આપની સમક્ષ અમે રજૂ કરેલ. અમારે મન એ અત્યંત ગૌરવની વાત છે. આ 3 ) તે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 814