Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

View full book text
Previous | Next

Page 3
________________ આ પ્ર કા શકી ય છે જૈન-જગતમાં આજે મોટા ભાગના જન-સંઘે, સવપ્નદ્રવ્યને દેવદ્રવ્ય જ ગણવાની શાસ્ત્રસિદ્ધ પરંપરાનું પાલન કરી રહ્યા છે, છતાં એ દ્રવ્યને સાધારણમાં લઈ જવાની, અને એની ઉછામણી પર વધારાને ચાર્જ લાદીને, એને સાધારણ ખાતે ખતવવાની એક વાહીયાત વાત છેલ્લાં કેટલાંક વર્ષોથી વહેતી થઈ છે, ત્યારે આ વાતને સચોટ-રદિયો આપતા કોઈ પુસ્તક પ્રકાશનની અગત્યની જરૂરિયાત વર્ષોથી અનુભવાઈ રહી હતી. અગત્યની આ જરૂરિયાતની પૂર્તિ કરવાનું પુણ્ય, પૂ. પાદ પરમશાસન પ્રભાવક જૈનશાસનાતિધર વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર પરમ પૂજ્ય શાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજની કૃપાથી અમારી સંસ્થા “શ્રી વિશ્વમંગલ પ્રકાશન મંદિર–પાટણને મળે છે-એ આનંદની વાત છે. આ સંસ્થાની સ્થાપના, ૫. પાદ પ્રવચન પ્રભાવક આચાદેવ શ્રીમદ્ વિજયકનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન શ્રુતપાસક - પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી મહિમાવિજયજી ગણિવર્ય શ્રીને ઉપદેશથી થયા બાદ, આજ સુધી ઉત્તરોત્તર ઉપયોગી-પ્રકાશનેને સાહિત્ય-થાળ સમાજ સમક્ષ ધરવામાં અમે સફળ થતા રહ્યા છીએ-એ આ પૂની કૃપા-દષ્ટિનું જ પરિણામ છે. આ પુસ્તકનું પ્રકાશન એ કૃપાદૃષ્ટિનું જ એક પ્રતીક લેખી શકાય છે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 164