Book Title: Swapnadravya Devdravya J Che
Author(s): Kanakchandrasuri
Publisher: Vishvamangal Prakashan Mandir

Previous | Next

Page 7
________________ [ ૭ ] આવા દેવદ્રવ્યની વૃદ્ધિનું સર્વવ્યાપી માધ્યમ આજે તે સુપનાની, પયુંષણમાં બોલાતી બેલી જ બની શકે એમ છે. કારણ કે ભારતભરનાં અનેક ગામોમાં દરેક વર્ષે પર્યુષણમાં વમ ઉતારવાની પરંપરા ચાલતી આવે છે. સ્વમ ઉતારવાની ક્રિયા પ્રભુના અવન-કલ્યાણકની ઉજવણીનું એક અંગ હોવાથી, એને અનુલક્ષીને બેલાતું દ્રવ્ય, પ્રભુભક્તિ નિમિત્તક હોઈ દેવદ્રવ્ય જ ગણાય ! આ સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં લઈ જવાની આપણી શાસ્ત્રીય-પ્રણાલિકાના કારણે જ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘને વારસામાં મળેલા ભવ્ય મંદિર અને ભવ્યાતિભવ્ય તીર્થો આજેય બેનમૂન અમિતા જાળવી રહ્યા છે, તેમજ ભવ્યાતિભવ્ય નવા મંદિરનું સર્જન થતું જ રહે છે. ભારતભરના સંઘમાં, પર્યુષણના પ્રસંગે, સવમવાચનના એક જ દિવસે થતી બોલીઓનો સરવાળે માંડીએ, તે એનો અંદાજિત આંકડો કોડની સંખ્યાને ય વટાવી જાય! અને આ સવમદ્રવ્યની આવક દેવદ્રવ્યમાં જતી હેવાથી જ ભારતભરનાં આપણાં મંદિર અને તીર્થો શિલ્પ તેમજ સ્થાપત્યની અજોડતા માટે વિશ્વપ્રસિદ્ધ છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 164