Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૦ 540 ૨ - આતમ જાગો ! કામ-ભોગની વૃત્તિમાં ડૂબેલાઓને રાજસ-પ્રકૃતિવાળા તરીકે ઓળખાવી તેમને અધમ કહ્યા અને અર્થ-પરિગ્રહની વૃત્તિમાં ડૂબેલાઓને તામસ પ્રકૃતિવાળા તરીકે ઓળખાવી તેમને અધમાધમ કહ્યા છે. સામાન્ય રીતે એમ કહેવાય કે, રાજસ પ્રકૃતિવાળા માટે તિર્યંચગતિ છે તો તામસ પ્રકૃતિવાળા માટે નરકગતિ છે. આ હું મારા ઘરની વાત નથી કરતો. શાસ્ત્રકારોએ આ બધી વાતો શાસ્ત્રોના પાનાઓમાં લખેલી છે. ઉપમિતિમાં પૂ. શ્રી સિદ્ધર્ષિગણીએ પણ કહ્યું છે કે - 'मायाशोकभयक्रोधलोभमोहमदान्विताः । ये वाञ्छन्ति कथामाथीं, तामसास्ते नराधमाः ।।१-३५।।' માયા, શોક, ભય, ક્રોધ, લોભ, મોહ, મદ વગેરેથી યુક્ત એવા જેઓ અર્થ (પૈસો) સંબંધી કથાને ઈચ્છે છે, તે નરાધમો તામસી કહેલા છે.' 'ये रागग्रस्तमनसो, विवेकविकला नराः । कथामिच्छन्ति कामस्य, राजसास्ते विमध्यमाः ।।१-३६।।' જેઓ રાગથી વ્યાપ્ત મનવાળા, અવિવેકી એવા માણસો છે તે કામભોગની કથાઓને ઈચ્છે છે, તે મધ્યમ કક્ષાના-રાજસી કહેલા છે.' 'मोक्षाकाङ्क्षकतानेन, चेतसाऽभिलाषन्ति ये । शुद्धां धर्मकथामेव, सात्त्विकास्ते नरोत्तमाः ।।१-३७।।' જેઓ મોક્ષની જ એક ઈચ્છાથી ભાવિત ચિત્તથી શુદ્ધ એવી ધર્મકથાને જ ઈચ્છે છે, તે નસેતમો-સાત્વિક કહેલા છે.' હવે વિચારો કે, તમારી શું સ્થિતિ છે ? તમારી પ્રકૃતિ કઈ, તમારી કક્ષા કઈ અને અંતે તમારી ગતિ કઈ ? બહુ જ ગંભીર બનીને આ બધું વિચારજો. આ માટે તમે રોજ તમારી જાતનું અન્વેષણ કરો અને ચિંતન કરીને એકથી બે પાનાં લખો કે પરિગ્રહ મેળવવા મેં કેટલાં આડા-અવળાં કામો કર્યા ? કેટલી હિંસા-ચોરી કરી, કેટલું જૂઠ કર્યું ?, કેટલી હાથની અજમાયતો કરી ? કેટલો માયાચાર કર્યો ? કેટલાં દગો-પ્રપંચ કર્યા ? કેટલા ક્લેશ ને કજીયા કર્યા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296