Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 281
________________ ૨૬૨ * ૨ – આતમ જાગો ! - 542 માટે જ તો સ ઓ ભગવાનની આજ્ઞા મુજબ આ બધો પ્રયત્ન કરે છે. હવે તમારે એમને સાથ-સહકાર આપવાનો છે. જ્યારે તમે નદી કે દરિયા કિનારે ફરવા ગયા હો, ત્યારે તમારું નાનું બાળક, ત્યાં રેતીમાં ઘર બનાવે. મારું ઘર, મારું ઘર – એમ કરીને ખુશ થાય અને જ્યારે તમે ઘરે જવાની વાત કરો, ત્યારે તે કહે છે કે, “ના, મારું ઘર મૂકીને નહિ આવું.' કારણ કે, એ એને પોતાનું ઘર માને છે. એના સર્જનમાં એને સુખનો અનુભવ થાય છે, પણ તમે જાણો છો કે, “આ બધી બાળચેષ્ટા છે. સુખનો ભ્રમ છે.” પણ એ બાળકને જે રસ રેતીના ઘરમાં છે, તે તમારા ઘરમાં નથી. તેથી એ જ્યારે રેતીનું ઘર મૂકીને આવવાની ના પાડે ત્યારે ઘણીવાર ગુસ્સે થઈને તમે એનું રેતીનું ઘર તોડી પણ નાંખો છો અને એ વખતે એ બાળક રડે છે, છતાં તમને એની દયા નથી આવતી. કારણ કે, તમને ખબર છે કે, આ એની બાળચેષ્ટા છે. અહીં પણ એવું જ છે. તમે બાળક જેવા છો અને જ્ઞાનીઓ માવતર જેવા છે. એ તમારા ભ્રામક ઘરને છોડાવી તમને તમારા સાચા ઘરે લઈ જવા ઈચ્છે છે. જો પૈસામાં ખરેખર સુખ હોત કે પૈસાથી સુખ ખરીદી શકાતું હોત તો આજ સુધીમાં થઈ ગયેલા તીર્થકર ભગવંતોએ “જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી' ને બદલે ‘જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું અબજોપતિ' - કે એવી જ કોઈક ભાવના કરી હોત, જે નથી કરી. - આ અંગે પણ તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે, ભગવાને આવી ભાવના કેમ ન કરી ? સીમંધરસ્વામી ભગવાન તો આજે પણ મહાવિદેહમાં વિચરે છે, તેઓ સર્વજ્ઞ પણ છે. અહીંની બધી જ પરિસ્થિતિ તેઓ જોઈ પણ રહ્યા છે અને તેમની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવતાઓ હાજર હોય છે. જો પૈસાથી સુખ ખરીદાતું હોત તો ભગવાન કોઈ પણ એક ઈન્દ્રને એટલું જ કહે કે, “ઈન્દ્ર ! તારું કર્તવ્ય છે - ભરત ક્ષેત્રમાં જા અને દરેકના ઘરમાં આટલા-આટલા ધનની વર્ષા કરી આવ, જેથી દરેક સુખી થઈ જાય.” મને કહો કે, સીમંધર ભગવાન આવું કેમ કાંઈ કહેતા નથી, કરતા નથી ? હવે પૂછી લઉં ? તમને કેટલા મળે તો સુખી ? પછી દુઃખની ક્યારેય કોઈ ફરિયાદ નહિ રહે. એવી ખાતરી આપી શકશો ? બોલો, કેટલા મળે તો સુખી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296