Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 282
________________ ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 પછી જીવનમાં મરતાં સુધી ક્યારેય કોઈ ફરિયાદ નહિ હોય ને ? સભા : મારાથી વધારે કોઈની પાસે ન જોઈએ ! ૨૬૩ એટલા મળે તો ય છાતી કૂટે એવા ઘણા છે. કેમ કે લોભનો ખાડો ક્યારેય પૂરાતો જ નથી. કલિકાલસર્વજ્ઞશ્રીજીએ જ માર્મિક કહ્યું છે કે ‘અપિ નામેષ પૂર્વેત, યોમિ: વયસાં પતિઃ । न तु त्रैलोक्यराज्येऽपि प्राप्ते लोभः प्रपूर्यते ।।' | ‘કદાચ પાણીથી આખો સાગર ભરી શકાય, પરંતુ ત્રણે લોકનું રાજ્ય મળે તો પણ લોભનો ખાડો પૂરી શકાય નહીં.' 543 તમને એ ખબર નથી કે, નવમા ત્રૈવેયકમાં બધા સરખા હોય છે, ત્યાં એમનાથી વધારે સુખ-સંપત્તિનાં સાધનો કોઈની પાસે નથી હોતાં; આમ છતાં ત્યાં ગયેલા મોટા ભાગના મિથ્યાદ્દષ્ટિ દેવો છાતી કૂટે છે અને રુવે છે કે અહીં તો અમે બધા જ સરખા તેમાં મારી વેલ્યુ શું ? એમાં ને એમાં રોઈને જીવે છે. મિથ્યાદ્દષ્ટિઓ, પરિગ્રહની આસક્તિવાળાઓ ત્યાં પણ સુખી નથી અને આવી વિચારસરણીના પરિણામે તેઓ જે વધુ દુઃખી થવાના છે તે જૂદું. ‘પૈસો મળે એટલે સુખી થવાય’, એવા ભ્રમમાં ક્યારેય ન રહેશો. પૈસાથી ક્યારેય સુખી થવાતું નથી. એ તો દુઃખનું જ મૂળ છે. જેણે દુઃખથી છૂટવું હોય તેણે દરેક દૃષ્ટિકોણથી અર્થની અનર્થકારિતાનું ચિંતન કરવું બહુ જ જરૂરી છે, તમે પણ જો આવું ચિંતન કરશો તો તમારું કલ્યાણ થશે. આજ સુધી એક જ ચિંતન કર્યું છે, ‘પૈસો હોય તો સુખ,’ - આવી ઊંધી વ્યાપ્તિ બાંધી દીધી છે, તેથી જ દુઃખી છો. હવે ચિંતન કરો કે, ‘પૈસો હોય તો દુઃખ’ અને મારી પાસે ‘પૈસો છે, તેથી જ હું દુઃખી છું.’ ગમે તેટલો પુરુષાર્થ કરીને મેળવેલી વસ્તુઓની અનર્થકારિતા જ્યારે સમજાશે, ત્યારે તેને છોડતાં વાર નહિ લાગે. ચક્રવર્તીઓને પણ જ્યારે આ સમજાયું ત્યારે તેઓ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના છોડીને ચાલી ગયા હતા. સભા : સાહેબ ! અર્થ અનર્થકારી છે, એવું નથી જ સમજાયું, એવું તો નથી જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296