Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 283
________________ ૨૯૪ ૨ – આતમ જાગો ! 544 અને સમજાઈ ગયું જ છે, એવું પણ નથી. જો તમને સમજાઈ જ ગયું છે, તો એની પાછળ આટલી બધી દોડધામ શા માટે ? સભા : જેટલા જેટલા વેપાર-ધંધા કરે છે, એ બધાને પૈસો જ મેળવવો છે, એવું નથી, પણ મુંઝવણ એ છે કે, જો ધંધો-ધાપો બંધ કરીએ તો આખો દિવસ કરીએ શું ? ઘરમાં બેઠા કાંઈ સારા લાગીએ ? જો તમે ઘરમાં બેઠા સારા ન લાગો તો શું ઓફિસ-પેઢીમાં બેઠા સારા લાગો છો એમ ? ના, જરાય નહિ. તમે તો ધર્મસ્થાનમાં બેઠા હો તો જ સારા લાગો. આજે આ ઉમરે ય કે આટલું મળ્યા પછી પણ તમને બજારમાં જતા જોઈ કોઈ પણ સાચા વિચારકને તમારામાં અને મજુરમાં કોઈ ફરક લાગતો નથી. બીજી વાત એ છે કે, તમને એવી કેમ મુંઝવણ થઈ કે, “ધંધો-ધાપો છોડી દઈએ તો આખો દિવસ કરીએ શું?” શું જીવનમાં એક માત્ર “ધંધો કરવો’ એ જ કર્તવ્ય છે ? શું “ધર્મ જ કરવો' - એ કર્તવ્ય નથી ? ધંધો કરવો એ કર્તવ્ય ન હોવા છતાં “ધંધો કરવો એ જ એકમાત્ર કર્તવ્ય છે' - એમ માનવું અને એમાં સુખની અનુભૂતિ થવી, એ અજ્ઞાન, વિપર્યાસ, મિથ્યાત્વનો પ્રભાવ છે. ધંધો એ એકમાત્ર કર્તવ્ય તો નથી, પણ એ કર્તવ્ય પણ નથી. એ તો ન છૂટકે લાચારીથી કરવાની વસ્તુ છે. ધર્મસામગ્રી સંપન્ન ઉત્તમ માનવ જીવન પામ્યા પછી જો કાંઈ પણ કરવા યોગ્ય હોય તો એકમાત્ર રત્નત્રયીની ઉજળી આરાધના જ કરવી' - એ જ કર્તવ્ય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધના અને એમાં સહાયક એવી તપધર્મની સાધનાના જેટલા પણ પ્રકારો બતાવ્યા છે, એને બરાબર સમજો અને એની આરાધનામાં લાગી જાઓ તો તમારી પાસે એક મિનિટ પણ બચે તેવી નથી. ટૂંકમાં કહું તો એક સંતોષ ગુણને અપનાવી લો તો ય ઠેકાણું પડી જાય. યોગશાસ્ત્ર' વગેરે ગ્રંથોમાં દર્શાવેલ શ્રાવકની દિનચર્યા તમે એકવાર બરાબર વાંચી લો તો તમને ખ્યાલ આવે કે, રોજ રોજ તમારે કયાં કયાં કર્તવ્યો કઈ કઈ રીતે કરવાં જોઈએ ? અને એ બધાં કર્તવ્યોને પૂર્વના ઉત્તમ શ્રાવકો કઈ કઈ રીતે આરાધી ગયા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296