Book Title: Suyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૬ ૨ - આતમ જાગો ! - 546 અધ્યાત્મ વિનાનું શાસ્ત્રજ્ઞાન માત્ર બોજો છે. તેનું ફળ માત્ર સંસાર છે. ‘અધ્યાત્મશાસ્ત્રલેવાયાં, રસો નિરવધિ પુન: I' અધ્યાત્મશાસ્ત્રોની સેવા (અભ્યાસ-પરિશીલન)નો આનંદ અવધિ વગરનો હોય છે.' માટે જ કલિકાલસર્વજ્ઞ પ્રભુએ “યોગશાસ્ત્રમાં કહ્યું કે, જ્ઞાન-વન-ચરિત્ર-રત્નત્રતામાનને मनुजत्वे भोगकर्म, स्वर्णपात्रे सुरोपमम् ।।' જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયીનાં ભાજન એવા મનુષ્યજીવનમાં ભોગકર્મ કરવું, તે સુવર્ણ પાત્રમાં મદિરાપાન કરવા જેવું છે.' મનુષ્ય જીવનમાં ભોગ-કર્મ જ મદિરા જેવું ગણાય તો અર્થ-કર્મ કેવું ગણાય ? ધનની ઈચ્છા શાંત થાય ત્યારે આત્મા કેવું સુખ અનુભવે છે, તે પણ કલિકાલસર્વજ્ઞશ્રીજીએ બતાવ્યું છે -- 'निवृत्तायां धनेच्छायां, पार्श्वस्था एव सम्पदः । अङ्गुल्या पिहिते कर्णे, शब्दाद्वैतं विजृम्भते ।।' ‘જેમ આંગળીથી કાન બંધ કરીએ તો અપૂર્વ અવાજ પ્રગટે છે, તેમ ધનની આશા-ઈચ્છા શાંત થાય ત્યારે બધી સંપદાઓ નજીકમાં જ આવી મળે છે.' આ બધી વાતોને પૂરી ગંભીરતાથી વિચારજો. આ અંગે સૂત્રકાર પરમર્ષિ વધુ શું કહી રહ્યા છે, તે અંગેની વિશેષ વાતો હવે પછી. (બીજો ભાગ પૂર્ણ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296