Book Title: Sutra Samvedana Part 04
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 11
________________ 10 પ્રાકથન સૂત્ર સંવેદનાની યાત્રાને આગળ ધપાવતા વિસામાનું સ્થાન આવ્યું ‘વંદિત્તુ’. પૂર્વોના સૂત્રોની જેમ આ સૂત્રનું લખાણ પણ મેં વર્ષો પહેલાં સામાન્યથી કરેલ. તે લખાણ સૂત્ર સંવેદનાના વાચક વર્ગની અપેક્ષાઓ સંતોષી શકે તેવું ન હતું. અંતરને ઢંઢોળે તેવા પ્રેરક અને સંવેદનાત્મક લખાણની તેમની અપેક્ષાઓને પૂર્ણ કરવા આ સૂત્રનું લખાણ પુનઃ પ્રારંભ્યું. અત્યાર સુધીના સૂત્રો તો રોજ બોલાવવાને કારણે સતત અનુપ્રેક્ષાના વિષય બની રહેતાં. જ્યારે ‘વંદિત્તુ’ સૂત્ર તો અણુવ્રતોના અતિચારો સંબંધી હોવાને કારણે મહાવ્રતોનો સ્વીકાર કર્યા પછી છેલ્લાં ૩૧ વર્ષથી વિશેષ અનુપ્રેક્ષાનો વિષય બન્યું ન હતું. સાચું કહું તો તમારા જેવા અનેક જિજ્ઞાસુઓને લીધે આ સૂત્રનું ઊંડું અવલોકન કરતાં એક વાસ્તવિકતા સમજાઈ કે, આ સૂત્રની જો પહેલેથી ઊંડી અનુપ્રેક્ષા કરી, અણુવ્રતના પાલન પૂર્વકનું સુંદર શ્રાવિકા જીવન જીવી, પછી મહાવ્રતો સ્વીકાર્યા હોત તો નિઃશંકપણે કહી શકું કે, આજે જે સંયમ જીવનનો આનંદ અનુભવાય છે તેના કરતાં કોઈ વિશિષ્ટ આનંદ સહેલાઈથી માણી શકત. કેમ કે, આ સૂત્રનું અવગાહન કરતાં જણાયું કે ‘અણુવ્રતો અને મહાવ્રતો વચ્ચે કોઈ સામાન્ય સંબંધ નથી, પરંતુ જન્ય-જનક ભાવ જેવો વિશેષ સંબંધ છે.’ આ લખાણ કરતાં એક-એક અણુવ્રતો ઉપર ઊંડી વિચારણા કરવાનો, તે સંબંધી શાસ્ત્રોનો વિમર્શ કરવાનો, તજ્ઞો સાથે તેની ચર્ચા કરવાનો સુંદર અવસર પ્રાપ્ત થયો. પરિણામે દ્રવ્યથી અને ભાવથી આ વ્રતોનું સ્વરૂપ કેવું છે; તેનું અનંતર અને પરંપર પ્રયોજન શું છે; અને ખાસ તો તેના દ્વારા અનિયંત્રિત ચિત્તવૃત્તિને નિયંત્રિત કરી મોક્ષસાધક ચારિત્ર કેવી રીતે પ્રાપ્ત કરી શકાય ? તે સંબંધી ઘણાં ઘણાં સૂચનો અને સમાધાનો મળ્યાં. અણુવ્રતોને જોવાની કોઈ નવી જ દિશા પ્રાપ્ત થઈ. સાથે સાથે તેમ પણ લાગ્યું કે મહાવ્રતોનું પાલન તો ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું દુષ્કર છે, પરંતુ અણુવ્રતનું અણિશુદ્ધ પાલન પણ સુકર નથી. એક બાજુ એ નિશ્ચિત છે કે મોક્ષનું અનંત સુખ મેળવવા વ્રતોનું પાલન અનિવાર્ય છે, તો બીજી બાજુ આપણા જેવા અલ્પ સત્ત્વવાળા જીવો માટે તેનું સુવિશુદ્ધ પાલન શકય પણ દેખાતું નથી. અણિશુદ્ધ પાલનની ભાવના તેમજ પ્રયત્ન હોવા છતાં ક્ષણે ક્ષણે વ્રતમાં દૂષણો લાગ્યા કરે છે. તો શું આવા અતિચાર પ્રચુર (દોષબહુલ) વ્રતોથી મોક્ષ મળી શકે ? આ મારા મનની એક મોટી મૂંઝવણ હતી. આ મૂંઝવણનો અંત

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 280