________________
8
મેં જિજ્ઞાને (હાલ સા. જિનપ્રજ્ઞાશ્રી) કહ્યું, પણ સંયોગવશાત ભાવના મનમાં જ રહી ગઈ.
અવસરે જ્યારે પણ ભારત આવવાનું બનતું ત્યારે ૫૨મોપકારી પ.પૂ.સા. ચંદ્રાનનાશ્રીજી તથા સા. પ્રશમિતાશ્રીજી મ.સા. પાસે સૂત્રાર્થ, યોગગ્રંથોનું જ્ઞાન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું. ત્યારે લાગતું કે શારીરિક રોગોની ચિકિત્સા ક૨વામાં મેં જીવનને પર્યાપ્ત માન્યું પણ વાસ્તવમાં તો મારે આત્મિક રોગોની ચિકિત્સા કરવામાં સૂક્ષ્મ બુદ્ધિ વાપરી જીવનને સફળ બનાવવું જોઈતું હતું. છેલ્લે આવી ત્યારે સાધ્વીજી ભગવંતે મને ‘વંદિત્તુ’ સૂત્ર કરાવ્યું. વ્રતોને જોવાની નવી દિશા આપી. ત્યાં જ બાર વ્રતોને સમજવાની વર્ષો પૂર્વની ભાવના પાછી જાગૃત થઈ. મેં તેઓશ્રીને વિનંતી કરી કે ઉપકારી માતુશ્રીની સ્મૃતિરૂપે તેમ જ અત્યાર સુધી જ્ઞાનની ઉપેક્ષાથી બંધાયેલું કર્મ તોડવા આ સૂત્રને પ્રકાશિત કરવાનો લાભ મને જ આપશો. મારી વિનંતીનો સ્વીકાર કરી, તેમને મારી ઉપર જે અગણિત ઉપકાર કર્યા છે, તેમાં ઘણો મોટો ઉમેરો કર્યો છે.
પ્રાંતે પ્રભુને પ્રાર્થના કરું કે આ પુસ્તકનો સારી રીતે અભ્યાસ કરી, હું અને દરેક વાચક વાસ્તવિક પ્રતિક્રમણ કરી, ચિત્તવૃત્તિને નિર્મળ બનાવી સુંદર શ્રાવકજીવન દ્વારા શ્રમણજીવનની ક્ષમતા કેળવી વહેલામાં વહેલા આત્મિક સુખના ભોક્તા બનીએ તેવી કૃપા કરજો.
Dr. Kokilaben Bharatbhai shah
24, Madison Ave
Jericho
New Yourk 11753
Email : Kojericho@cs.com
લિ.
ડો. કોકીલાબેન ભરતભાઈ - ન્યુયોર્ક આસો સુદ - ૯ તા. ૧-૧૦-૨૦૦૬