Book Title: Sutra Samvedana Part 02 Author(s): Prashamitashreeji Publisher: Sanmarg Prakashan View full book textPage 5
________________ . (મત્ર - જૈન શાસન શિરતાજ, વ્યાખ્યાન વાચસ્પતિ, દીક્ષાયુગ પ્રવર્તક સુવિશુદ્ધ સિદ્ધાંત દેશનાદાતા, તપાગચ્છાધિરાજ, સિંહસત્વના સ્વામી, નિરંતરસ્વાધ્યાયયેકમગ્ના પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દીક્ષા શતાબ્દી વર્ષમાં તેમની અનન્ય શ્રુતપાસનાની અનુમોદનાર્થે, “સંઘની કાયાપલટ કરવી હોય તો દરેકે દરેક સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાએ પંચ પ્રતિક્રમણ જીવવિચાર અને નવતત્ત્વ અર્થ સહિત ભણવા જોઈએ” , “ એવી તેઓશ્રીની ભાવનાને ચરિતાર્થ કરવા માટે તથા શ્રીમતી શાંતાબેન નાનાલાલ ફોજાલાલ અદાણીના આત્મશ્રેયાર્થે શ્રી નાનાલાલ સોજાલાલ પરિવારે સૂત્ર સંવેદના ભાગ-૨ પુસ્તકની ચોથી આવૃત્તિના પ્રકાશનનો લાભ લીધેલ છે. જેમના નિમિત્તે અમોને આ શ્રુતભક્તિનો સુંદર લાભ મળ્યો તે અમારા માતુશ્રી શાંતાબેન થરાદની બાજુના એક ગામડામાં રહેતા હતાં. ઉદારતા, સહનશીલતા, ગંભીરતા આદિ ગુણોથી સભર તેમનું જીવન હતું. ધર્મના સંસ્કારથી તેઓ સંસ્કારિત હતાં. તેમણે પોતાના સંતાનોને પણ આ સંસ્કાર વારસો આપ્યો હતો. તેના ફળ સ્વરૂપે જ તેમની એક પુત્રી સંયમ જીવન સ્વીકારી પ.પૂ.સા.શ્રી પ્રશમિતાશ્રીજી મ.સાના શિષ્યા પ.પૂ.સા.શ્રી શમદર્શિતાશ્રીજી મ.સા. તરીકે પોતાના આત્મ કલ્યાણ સાથે અનેકના કલ્યાણમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓએ બાકીના છ સંતાનને પણ ધર્મ માર્ગે વાળ્યા હતા. છેલ્લાં વર્ષોમાં અસહ્ય માંદગીનો તેઓ ભોગ બન્યા હતાં. માંદગીના દિવસોમાં પણ તેમની ધર્મ ભાવના, પીડામાં પણ પ્રસન્નતા, સૌ પ્રત્યેનો સદ્ભાવ સૌ માટે અનુમોદનીય બન્યા હતાં. આવા અમારા સાલસ પણ સદ્ગણી માતુશ્રીના સ્મરણાર્થે અમોને જે આ લાભ સાંપડ્યો છે, તે અમારા અત્યંત આનંદનો વિષય છે. આ મનનીય પુસ્તકો દ્વારા સૌ કોઈ આત્મ કલ્યાણ સાધે તે જ અમારી અંતરની ભાવના છે. | બસ એ જ લી. તેમના અંતેવાસી સુપુત્રો ભરત - શૈલેષ જિજ્ઞા- શીતલ આપે કરેલી વ્યુતભક્તિની અમો હાર્દિક અનુમોદના કરીએ છીએ અને ભવિષ્યમાં પણ આપ ઉત્તરોત્તર ઉત્તમ કક્ષાની વ્યુતભક્તિ કરતા રહો એવી શુભેચ્છા પાઠવીએ છીએ. લિ. સત્યાર્થ પ્રકાશિતPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 338