________________
આમુખ. પુસ્તકોદ્ધાર ફંડની લાયબ્રેરીમાંથી ટમ્બા સહિતની પ્રતિ આપવા માટે તેઓના ટ્રસ્ટીઓને, તેમજ ભાષાન્તરકને શ્રીવિજયવલ્લભસૂરિએ શ્રીધનપાલત ટીકાની પ્રતિ મોકલી આપવા કૃપા કરી હતી તે બદલ તેમને તથા પડિંતવર્ય શ્રીરમાપતિમિર્થ “શ્રીમેહનલાલજી જૈન સેન્ટ્રલ લાઇબ્રેરી” (મુંબાઈ)માંથી અવચૂરિની હરત–પ્રતિ મેળવી આપી તે બદલ તેમને તથા સાદ્યન્ત પ્રેસ-કોપી તપાસી આપવા બદલ શ્રીમાણિયસાગરને તેમજ મુફ જઈ આપવા બદલ આગ દ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્ આનન્દસાગરસૂરિજીને તેમજ શુદ્ધિ-પત્ર તૈયાર કરવામાં સહાચ્ય કરનારા શ્રીવિજય મેઘસુરિને તેમજ પરિશિષ્ટરૂપે અત્રે આપેલી ઐન્દ્ર-સ્તુતિની એક પ્રતિ જૈનાનન્દ પુસ્તકાલયના કાર્યવાહક તરફથી મળેલી હોવાથી તેમને તથા તેની બીજી પ્રતિ શ્રીવિજય મેહનસૂરિ તરફથી મળેલી હોવાથી તેમને પણ અંતઃકરણપૂર્વક અમે આભાર માનીએ છિયે.
આ અમૂલ્ય ગ્રંથનું સંશોધનાદિક કાર્ય સુરતવારત, પરમ જૈનધર્માવલંબી તેમજ શ્રીમદ્વિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ ) અને મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીના પાદસેવનથી જૈનધર્મના તીવ્ર અનુરાગી બનેલા સ્વર્ગસ્થ રા. રસિકદાસ વરજદાસ કાપડીયાના જયેષ્ઠ પુત્ર પ્રેફેસર હીરાલાલ રસિકદાસ એમ. એ. દ્વારા કરાવવામાં ચાવ્યું છે. એઓએ પ્રસ્તાવના અને ઉપદ્યાતમાં કર્તાના જીવન વગેરેના સંબંધમાં સ્પષ્ટ ઉલેખ કર્યો છે એટલે તત્સંબંધે વિશેષ ઉલ્લેખ કરવાને અમારે બાકી રહેતો નથી.
આગમેદયસમિતિ દ્વારા અત્યાર સુધીમાં મેટે ભાગે મૂલ ગ્રંથે બહાર પડતા હતા પરંતુ સં. ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાનો ઠરાવ થયેલ હોવાથી તદનુસાર અમે વિશેષાવશ્યક ભાષાંતર ૧ લે ભાગ બહાર પાડ્યો હતો, જેને ર જે ભાગ પણ અમે થોડા સમયમાં બહાર પાડવાના છિયે.
વિશેષાવશ્યકનું ભાષાંતર માત્ર ભાષાંતર તરીકેજ બહાર પાડવાનું બની શક્યું હતું, જ્યારે આ ગ્રન્થ તે જૈન તેમજ જૈનેતર બંનેને અતિઉપયોગી થાય તેવી રીતે તૈયાર કરાવવામાં આવ્યો છે.
સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતથી અપરિચિત વર્ગને તે સમજવામાં સહાયભૂત થઈ પડે તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજી પૂર્વક તૈયાર કરાવ્યાં છે.
અમારા પ્રયાસની સફળતા પાઠક-વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જે આ પદ્ધતિ વિશેષ ઉમેગી માલૂમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી ગ્રંથ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે.