________________
છે, આ
છે.
3 - આમુખ. -
श्रीपरमात्मने नमः શેભનમુનિવર્યપ્રણીત સ્તુતિ ચતુર્વિશતિકા ગ્રન્થને કવિરાજ ધનપાલવિરચિત તથા પૂર્વમુનિવર્યકૃત અવસૂરિ સમેત બહાર પાડતાં અમને પરમ આહલાદ પ્રાપ્ત થાય છે, કેમકે કવિરાજ ધનપાલકૃત ટીકા પ્રથમજ અમારી તરફથી બહાર પાડવામાં આવે છે. આ સ્તુતિનું ભાષાંતર જૂની શૈલી મુજબ અગાઉ બહાર પડ્યું છે, જ્યારે અર્વાચીન પદ્ધતિ મુજબ બહાર પાડવાની પહેલી તક તે અમને જ પ્રાપ્ત થઈ છે.
આ ગ્રંથમાં અમે સેળ વિદ્યા-દેવીઓ, શાંતિદેવી, શ્રુતદેવતા, તેમજ વીસ શાસનદેવીઓ અને બ્રહ્મશાંતિ યક્ષ વગેરે યક્ષરાજ પૈકીમાંથી બની શકી એટલી પ્રતિકૃતિઓ ભગવાન શ્રીપાદલિપ્તસૂરીશ્વરપ્રણીત શ્રીનિવણકાલિકા ગ્રન્થને આધારે આલેખાવીને આપવા પ્રયત્ન સેવ્યું છે. એમાંથી જેટલી પ્રતિકૃતિઓ આ ગ્રન્થમાં આપવાનું બની શક્યું છે તેટલાનું એક સૂચી–પત્ર આપ્યું છે. - જે પ્રતિકૃતિઓ અત્ર આપવામાં આવી છે તે જૈનશાસનાનુરાગી દેવ-દેવીઓની હોવાથી જેને તેઓ પ્રત્યે બહુમાન ધરાવે એ સ્વાભાવિક છે અને જેને આવી પ્રતિકૃતિની આશાતના ન થવા દે એ પણ સ્વાભાવિક જ છે. પરંતુ અન્યમતાવલંબીઓને પણ અમારી એ વિજ્ઞપ્તિ છે કે તેઓ પણ આ પ્રતિકૃતિઓ તરફ એગ્ય સદ્ભાવ ધારણ કરશે જેથી ભવિષ્યમાં આવી પ્રતિકૃતિઓ વગેરે પ્રસિદ્ધ કરતી વેળાએ અમારે સંકોચ રાખવું પડે નહિ.
આ સર્વ પ્રતિકૃતિઓને લગતે સર્વ પ્રકારને હક અમોએ આધીન રાખેલે છે તેથી વાચકવર્ગનું આ તરફ ફરીથી ધ્યાન ખેંચીએ છિયે. વળી અમે આશા રાખીએ છિયે કે આની નકલ યા ઉતારો કરવા યા બીજી કઈ રીતે તેને પ્રસિદ્ધ કરવા અમારી રજા વિના જન–સમૂહ પ્રેરાશે નહિ.
શ્રીમદ્ વિજયાનન્દ સૂરીશ્વર (આત્મારામજી મહારાજ)ના સન્તાનીય સતત વિહારી શ્રી વિજય મુનિરાજ તરફથી અમને જે મૂળ સ્તુતિની તેમજ ધનપાલ કવીશ્વરકૃત ટીકાની હસ્તલિખિત પ્રતિઓ પ્રાપ્ત થઈ હતી તે બદલ તેઓશ્રીને, શેઠ દેવચંદ લાલભાઈ જૈન