Book Title: Stuti Chaturvinshatika Sachitra
Author(s): Hiralal R Kapadia
Publisher: Agmoday Samiti

View full book text
Previous | Next

Page 10
________________ આમુખ આ ગ્રન્થ જે પદ્ધતિ મુજબ તૈયાર કરાવવામાં આવે છે તે પદ્ધતિ અનુસાર શ્રીઅપભકિસૂરિવર્ધકૃત ચતુર્વિશતિકા, શ્રીમેરૂવિજયગણિકૃત ચતુર્વિશતિજનાનન્દસ્તુતિ તથા ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કા એ ગ્રન્થ અમેએ ભાષાન્તરકર્તા પાસે તૈયાર કરાવ્યા છે અને તે ટુંક સમયમાં બહાર પાડી શકીશું એવી આશા રાખીએ છિએ. આવા ગ્ર સંબંધી કાંઈ ન્યૂનતા માલુમ પડે તેમજ બીજી કોઈ વિશેષ માહિતી દાખલ કરાવવી રહી ગયેલી માલૂમ પડે તેમજ અન્ય કોઈ સૂચના કરવી યોગ્ય લાગે તે તે પાઠક-વર્ગ તરફથી અમને જણાવવામાં આવતાં ભવિષ્યમાં તે સુધારો કરવા અમે અવશ્ય બનતું કરીશું. વિશેષમાં આ સ્તુતિ-ચતુર્વિશતિકાની આ પુસ્તકમાં આપેલી તેમજ પ્રતાવનામાં ભાષાન્તરકર્તાએ સૂચવેલી ટીકાઓ ઉપરાંત કેઈ અન્ય ટકાની પ્રતિ જોવામાં કે જાણવામાં હોય તે તે નિવેદન કરવા પાઠકવર્ગને અમે ભલામણ કરીએ છિયે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચાયેલા આગમાદિ ગ્રન્થને સુપરરૉયલ સાઈઝમાં ૧૨. પિજી પિથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર–પ્રકરણને ડેમી ૮ પેજ પુસ્તક આકાર અને વિશેષાવશ્યક ભાષાંતરને સુપરૉયલ સાઈઝમાં ૮ પિજી પુસ્તકાકારે અને અંગ્રેજી ગ્રે ક્રાઉન ૧૬ પૈજી પુરતકાકારે બહાર પાડવામાં આવ્યા છે. આ ગ્રંથને ક્રાઉન ૮ પિજી સાઈઝમાં પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવે અને એને માટે પાર્ચમેન્ટ ( Parchment) જાનના કાગળો વાપરવામાં આવ્યા છે. જે શ્રીમતી આગમાદય સમિતિ દ્વારા અપૂર્વ ને બહાર પડ્યા છે તેને સામાન્ય ઇતિહાસ આપ એ અસ્થાને લેખાશે નહિ. સ્થાપના આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભોયણી ગામમાં સંવત ૧૯૭૧ના મહા સુદ ૧૦ (ઈ. સ. ૧૯૧૫ મી જાન્યુઆરીની ૨૫ મી તારીખ)ને સોમવારે કરવામાં આવી હતી. આ બેયણી ગામની ખ્યાતિ જૈનેના ઈતિહાસમાં ઘણું મશહુર છે, કારણકે આ ગામ ૧૯મા તીર્થંકર શ્રીમલ્લિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગર (આગમારક શ્રીઆનંદસાગરસૂરીશ્વર)ની સૂચનાથી સ્વર્ગથે પંન્યાસ શ્રીમણિવિજય, પંન્યાસ શ્રીમેધવિજય (આચાર્ય શ્રીવિજયમેવસૂરિ) અને બીજા પ્રસિદ્ધ જૈન સાધુઓ અને ગૃહરની હાજરીમાં આની સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ (૧) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેને અભ્યાસ કરી યથાર્થ સધ મેળવે તથા (૨) વિદ્વાન મુનિરાજોની દૃષ્ટિ હેઠળ શેધાવીને જોઈતી સંખ્યામાં શુદ્ધ પ્રતે છપાવી તેને પ્રચાર કરી શકાય એ ઉદેશ લક્ષ્યમાં રાખીને આ સંસ્થા રસ્થાપવામાં આવી છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 478