Book Title: Stuti Chaityavandan Stavano Author(s): Dharanrehashreeji Publisher: Chapi M P Jain Sangh View full book textPage 6
________________ જીવન ઝરમર મયણરેહાશ્રીજી મ.સા.એ પૂજ્યશ્રીને મત્થએણ વંદામિઃ, શાતામાં રહેજો, હું જાઉં છું. આટલું બોલી ૨૦૬૧- મહા વદ-૬ ના રાત્રે ૧૪૦ કલાકે અમોને નિરાધાર-નિરાશ્રય-રડતાં મૂકીને અનંતની વાટે સિધાવ્યા. સોળે કળાયે ખીલેલ ચાંદ જગતમાં અંધકાર પાથરી વિલીન થઈ ગયો. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જનતાના દિલમાં એક ઊંડો આંચકો લાગ્યો કે શું આ સત્ય હશે કે સ્વપ્ન ! સમસ્ત બારડોલી નગરમાં સારાયે ભારતમાં હાહાકાર મચી ગયો. જનતાને જેવા આ દુઃખદ સમાચાર મળ્યા કે તુરત જ તેમના દર્શનાર્થે ગામેગામથી ભાવુકો દોડી આવ્યા. તેમનો પાર્થિવ દેહ જોતાં સૌના મનમાં થતું કે શું આ તેજસ્વી મૂર્તિના અલૌકિક તેજ છે. મહા વદ-૭ ના રોજ બપોરે ૨ કલાકે તેમની જય જય નંદા જય જય ભદ્દાના જયનાદ સહ ભવ્ય પાલખી યાત્રાવિશાળ મેદની સાથે નીકળી હતી. ‘કૃતિ ની કલ્યાણકારી આકૃતિ જેમની આલ્હાદકારી प्रकृति भनी प्रेम प्यारी विनाज्ञा हती भने प्राणायारी सेवा अनंत गुशोनाधारी. સ્વીકારો ગુરુજી વંદના અમારી.’ અમારું જીવન નિષ્કંટક, નિરાબાધ અને નિષ્કલંક નિવડે તેવી તેઓ પ્રત્યે અંતઃકરણ પૂર્વકપ્રાર્થના કરીએ. ઓ ગુરુદેવ... ઓ... ગુરુદેવ દર્શન દેજો... સ્વર્ગલોકના દ્વારેથી.... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 118