Book Title: Stuti Chaityavandan Stavano Author(s): Dharanrehashreeji Publisher: Chapi M P Jain Sangh View full book textPage 4
________________ જીવન ઝરમર પૂ.સા. શ્રી સૌમ્યલત્તાશ્રીજી મ.સા. થયા અને એમના શિષ્યાદિકરી મધુપૂ.સા. શ્રી મયણરેહાશ્રીજી મ.સા. થયા. યોગોદ્વહન કરતાં મહા સુદ-૧૧ના ખંભાત મુકામે સિદ્ધાન્ત મહોદધિ પ્રાકૃત વિવિશારદ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે વડી દીક્ષા થઈ. વિ.સં. ૨૦૧૭માં અમદાવાદમાં પૂજ્યપાદ કવિદિવાકર - પીયુષપાણી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મ.સા. તથા સાહિત્ય સમ્રાટ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.સા. આદિની નિશ્રામાં મોટા યોગોહન કર્યા હતા. તેઓશ્રીએ એક જ દિવસમાં વંદિતુ, એકજ દિવસમાં અજિતશાંતિ અને દોઢ જ દિવસમાં પખિ સૂત્ર કંઠસ્થ કર્યું હતું. આમ અખૂટ જ્ઞાન ખજાનાના સ્વામિની ગુલાબની જેમ પોતાનું જીવન સુવાસિત મઘમઘતું બનાવ્યું અને બીજા ભવ્યજીવોને પણ સૌરભ આપી હતી. આ વિશ્વમાં અનેક જીવો જન્મે છે પણ તે જીવનની કિંમત છે કે જેમનું સોહામણું વ્યક્તિત્વ, સદાયે અનેક જીવોને રાહ ચીંધે છે. પ્રસાદની ઘેરી નિંદ્રામાંથી જાગૃત કરી કર્તવ્યના પંથે દોરી જવા માર્ગદર્શન આપે છે. દિવ્ય જીવન જીવવાનો બોધ આપે છે. એટલું જ નહિં પણ ગુરુભક્તિ - સરળતા - નિરાભિમાનતા - નમ્રતા - લઘુતા – અપૂર્વક્ષમાં - બીજા પ્રત્યે અપૂર્વ લાગણી - ગુણાનુરાગ વિગેરે ગુણો જીવનમાં ઓતપ્રોત વણાઈ ગયા હતા. તથા પૈસા વડે જે ખરીદી શકાતો નથી. બુદ્ધિ જેની પાસે કાંઈ વિસાતમાં નથી. સત્તાના લાંબા હાથ જેને પહોંચી શકતા નથી. વૈભવ જેને વશ કરી શકતો નથી. એવો એક સર્વેને સ્વમાં સમાવતો ગુણ વાત્સલ્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 118