________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવે સ્તવના કરવી. સ્તવન કરતાં આનંદરસ પ્રગટે છે અમૃતાનુષ્ઠાનવાળું પ્રભુ સ્તવન જાણવું, એવી રીતે સર્વ ધાર્મિક બાબતમાં અનુષ્ઠાન સ્વરૂપ જાણવું. પ્રભુના પર પૂર્ણ શ્રદ્ધા પ્રેમ વધે અને સ્તવન કરતાં આનંદરસ ભાવ ઉલ્લાસ વધે તેવી રીતે સ્તવન કરવું. એમ કરવાથી આત્માની અત્યંત શુદ્ધિ થાય છે અને જ્ઞાનાનંદરૂપે આત્મ પ્રભુ પ્રાકટય ક્ષણે ક્ષણે વધતું જાય છે. એજ હેતુએ સ્વપર આત્મ જ્ઞાનાનંદ પર્યાય વિશુદ્ધિએ દેવવંદન સ્તુતિ સ્તવન ઉદગાર રચના જાણ્વી અને આદરવી. સર્વજ્ઞ વિતરાગ દેવની આજ્ઞા વિરૂદ્ધ કંઈ અજાણુથી આ પુસ્તકમાં લખાયું હોય તો તેથી પ્રભુ દેવની આગળ તથા સંધની આગળ ક્ષમા માગું છું, અને મિથ્યાદુકૃત દઉ છું. સર્વ વિશ્વને શાંતિ મળે. સર્વ જનની દષદષ્ટિ ટળે અને ગુણદષ્ટિ ખીલો.
इत्येवं ॐ अहमहावीरशांतिः ३
આશ્વિન પૂર્ણિમા. સં. ૧૯૭૮ મુ. મહેસાણા,
For Private And Personal Use Only