Book Title: Sirival Kaha Author(s): Rajshekharsuri Publisher: Sisodara Shwe Mu Pu Jain Sangh View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra सि R सि रि वा ल क हा www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ સંપાદકીય વકતવ્ય - આજથી બે વર્ષ પહેલાં સુશ્રાવક પંડિત (મુંબઇ દાદર નિવાસી) શ્રી નાનાલાલભાઇએ ‘‘પ્રાકૃત શ્રીપાલચરિત્રની પ્રતો અપ્રાપ્ય હોવાથી આપ તેનું સંપાદન કાર્ય કરી આપો’’ એવી વિનંતિ મને કરી. આથી મેં આ ગ્રંથનું સંપાદન કરવાનો નિર્ણય કર્યો. પૂર્વે દેવચંદ લાલભાઇ જૈન પુસ્તકોદ્વાર સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલી પ્રત મેળવીને તેના આધારે સંપાદન કરવાનું વિચાર્યું. તે પ્રતમાં જે અશુદ્ધિઓ હતી તે આમાં દૂર કરવામાં આવી છે. એ પ્રતમાં મહત્ત્વની ભૂલ એ હતી કે અનુસ્વાર પછી સ્વર આવે તો અનુસ્વારના બદલે મ્ લખાય . જેમ કે સ્વનીયં વ એમ ન લખાય, કિંતુ સ્વયમેવ એમ લખાય . આમાં આવી ભૂલો અનેક સ્થળે હતી . તે ભૂલો આ પ્રકાશનમાં લગભગ સુધારી લેવામાં આવી છે. આ સિવાય બીજી પણ અનેક અશુદ્ધિઓ આમાં સુધારવામાં આવી છે. આમાં અશુદ્ધિ ન રહે એ માટે ખુબ જ કાળજી રાખવામાં આવી છે. પ્રુફ સંશોધનમાં પૂ. ગુરુદેવશ્રી (આચાર્યદેવ શ્રીમદ્વિજય લલિતશેખર સૂ . મ. સા .) તથા મુ. શ્રી ધર્મશેખર વિજયજી મદદરૂપ બન્યા છે. આ પ્રસંગે સુરત-ગોપીપુરા શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી આરાધના ભવનના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ સંઘવી * સ્મૃતિપથમાં આવ્યા વિના રહેતા નથી. તેમણે પ્રેસ વગેરેની બધી જ જવાબદારી સંભાળીને આમાં ઘણો ભોગ આપ્યો છે. તેમના આત્મીયભાવથી મળેલા સહકારથી જ હું આ ગ્રંથનું આ રીતે સંપાદન કરી શક્યો છું. જ્ઞાન ખાતાની રકમમાંથી સિસોદરા શ્વે. મૂ. જૈન સંઘ તરફથી આ ગ્રંથનું પ્રકાશન ક૨વા બદલ સિસોદરા જૈન સંઘના આગેવાનો તથા કાર્યકર્તાઓ ધન્યવાદને પાત્ર છે. * ગ્રંથકાર માહિતી : આ ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નીખરસૂરિ મ. વિક્રમની પંદરમી સદીમાં થઈ ગયા. તેઓશ્રી બૃહત્તપાગચ્છીય આચાર્ય શ્રી હેમતિલકસૂરિના શિષ્ય હતા . તેઓશ્રીએ બીજા પણ ક્ષેત્રસમાસ અને ગુણસ્થાનક ક્રમારોહ વગેરે ગ્રંથોની રચના કરી છે. શ્રાદ્ધવિધિ ગ્રંથના કર્તા આચાર્યશ્રી રત્નશેખરસૂરિ મ. અને સિરિસિરિવાલકા ગ્રંથના કર્તા આચાર્ય શ્રી રત્નશેખરસૂરિ મ. એ બંને સમકાલીન હોવા છતાં ભિન્ન છે. અવચૂર્ણિકાર માહિતી : અવચૂર્ણિકાર ઉપાધ્યાય શ્રી ક્ષમાકલ્યાણક મહારાજ વિક્રમની ઓગણીસમી સદીમાં થઈ ગયા . તેઓશ્રી સંવિગ્ન વાચનાચાર્ય હતા. તેમના ગુરુનું નામ શ્રી ‘અમૃતધર્મ’ હતું. તેઓશ્રીએ મેરુત્રયોદશીકથા વગેરેની પણ રચના કરી છે. For Private and Personal Use Only * *Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 312