Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 7
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ દર્શનસાહિત્ય, કર્મસાહિત્ય વગેરે નાશ પામ્યું તેમ વ્યાકરણસાહિત્ય પણ નાશ પામ્યું. ખરેખર આપણું કેટલું બધું દુર્ભાગ્ય ! છતાં પણ “ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ'' આ ન્યાયે આપણી પાસે જે પણ છે, એ “Ocean of Knowledge” છે, એને બચાવી લઈએ તોય ભયો ભયો. ૨ દહેરાસરો જૂના થશે તો નવા શિલ્પીઓ મળશે, પરંતુ જો શ્રુત નાશ પામશે તો નવા કલિકાલસર્વજ્ઞો કે મહોપાધ્યાયજીઓ ક્યાંથી લાવીશું ? શ્રુતનાશનું એક કારણ અનભ્યાસ પણ છે. જેનો અભ્યાસ ઓછો થાય છે તેનો મૃત્યુઘંટ વાગવા માંડે છે. પંડિતવર્યશ્રી જગદીશભાઈએ ઉપલબ્ધ બૃહથ્યાસનો અભ્યાસ વધે એ માટે અદ્ભુત પ્રયાસ કર્યો છે. તે માટે તમામ અભ્યાસુવર્ગ તરફથી સાધુવાદ, અમારા ખોબે ખોબે આશીર્વાદ ! પંડિતવર્યશ્રીએ હાલ કારકપ્રકરણ ઉપર બૃહશ્વાસનો અનુવાદ ચાલુ કરેલ છે. તેમના આ મહાન કાર્યમાં શાસનદેવો સહાયક થાય એવાં આશીર્વચન... આચાર્યશ્રી વિજય ગુણરત્નસૂરિ વિનીતાનગરી, પાલિતાણા વિ. સં. ૨૦૬૯, શ્રાવણ વદ ૨, તા. ૨૩-૮-૨૦૧૩.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 412