Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01 Author(s): Jagdishbhai Publisher: Jagdishbhai View full book textPage 9
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ભાગ-૧ સિદ્ધહેમવ્યાકણની ઉપયોગિતા આસન્ન ઉપકારી ચરમ તીર્થપતિ ત્રિશલાનંદન કાશ્યપગોત્રીય શ્રમણ ભગવાન શ્રી વીર પરમાત્માનું શાસન-ધર્મ લોકોત્તર છે, કારણ તે ધર્મતીર્થના સ્થાપક સર્વજ્ઞ છે, જ્યારે છાસ્થિકો દ્વારા સ્થપાયેલું શાસન-ધર્મ તે લૌકિક શાસન-ધર્મ છે. લોકોત્તર-લૌકિક ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના સારભૂત રહસ્યોને જાણવાં હોય - માણવો હોય - પિછાણવાં હોય – અક્ષરશઃ અર્થબોધ પામવો હોય તો સંસ્કૃત – પ્રાકૃત વ્યાકરણ વિષયક ગ્રંથોનું અધ્યયન કરવું – કરાવવું આવશ્યક કર્તવ્ય બને છે. ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પણ સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં આલેખાયેલાં છે. તેથી પૂર્વકાલીન ઋષિઓ - મહર્ષિઓ - મહાપુરુષોએ સંસ્કૃત-પ્રાકૃતભાષાને કેન્દ્રમાં રાખીને અગણિત વ્યાકરણોની રચના કરી હતી. ઈ.સ. પૂર્વે ૩૫૦ની આસપાસ પાણિની મહર્ષિએ પાણિનીય વ્યાકરણની રચના કરી હતી. તેમાં તેમણે તેમની પૂર્વે રચાયેલાં અપિશલિ-કાશ્યપ-ગાર્ગ્યુ વગેરે ૬૪ વૈયાકરણીઓનો પણ નામનિર્દેશ કર્યો છે. ત્યાર પછી પણ સંગ્રહ-કાતંત્ર-ચાન્દ્ર-વાક્યપદીય-વિશ્રાન્તવિદ્યાધર-શાકટાયનબુદ્ધિસાગર-સરસ્વતીકંઠાભરણાદિ વ્યાકરણોની રચના થઈ હતી. ત્યાર પછી ગૂર્જરેશ્વર શ્રી સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે એક જ વર્ષમાં પંચાંગી શ્રી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી હતી. તેના પર ૮૪,૦૦૦ શ્લોકપ્રમાણ બૃહદ્યાસની રચના પણ કલિકાલસર્વજો જ કરી હતી. તેમાં તેમણે પૂર્વે રચાયેલા તમામ વ્યાકરણો પર દષ્ટિપાત-વિહંગાવલોકન કરી તેમાં થયેલી ક્ષતિઓને દૂર કર્યા પછી વ્યાકરણની રચના કરી હતી. તેથી તે વ્યાકરણ મુકુટસમાન શોભાયમાન બન્યું હતું. કાળક્રમે ૮૪,૦૦૦ શ્લોકપ્રમાણ બૃહવ્યાસ સર્વાગ સંપૂર્ણ પ્રાપ્ત થતો નથી. તેથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યની ગ્રંથસર્જનની શૈલીને વફાદાર રહી તેમની જ શૈલી પ્રમાણે અપૂર્ણ અંશને પરિપૂર્ણ કરવાનો ભગીરથ પ્રયાસ શાસનસમ્રાટ પૂ. આ. ભ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિશાસ્ત્રવિશારદ-શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજાએ કર્યો. તેમાં તેમણે અન્ય-અન્ય વૈયાકરણીઓના મત-મતાંતરોનો ઉલ્લેખ કરી તેના પર સુવિશદ ચર્ચાવિચારણા પણ કરી છે. સૂત્રોમાં ગૂંથેલા શબ્દોમાંથી કઈ રીતે સૂત્રાર્થ પ્રગટ કરવો?, સૂત્રરચનાનું રહસ્ય, પૂર્વસૂત્રની અનુવૃત્તિ, અનુવર્તમાનસૂત્રની નિવૃત્તિ,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 412