Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 10
________________ સિદ્ધહેમવ્યાકરણની ઉપયોગિતા ૫ એકવચન-બહુવચન આદિ કરવાનું કારણ, ઉદાહરણ-પ્રત્યુદાહરણ દ્વારા નવા-નવા શબ્દોનું -સર્જન – શબ્દોની વ્યુત્પત્તિ - ઉદાહરણ-પ્રત્યુદાહરણોની સાધનિકા આદિનું ખૂબ જ સુંદર શૈલીમાં આલેખન કર્યું છે. સિદ્ધહેમવ્યાકરણને વિશેષે સરળ-સુગમ-સુબોધ બનાવવા માટે સમયે સમયે અનેકાનેક વૈયાકરણીઓએ અવસૂરિ-લઘુપ્રક્રિયા-બૃહત્ત્રક્રિયા-ધાતુમાલા-ધાતુપારાયણ-ધાતુરત્નાકર-હૂંઢિકા આદિ બહુવિધ ગ્રંથોની પણ રચના કરી છે. સિદ્ધહેમવ્યાકરણનું અધ્યયન-અધ્યાપન વિશેષે કરવાકરાવવામાં આવે - વ્યાકરણની વિશેષ રુચિ જાગે - વ્યાકરણ ભણવાનું મન થાય તે માટે બૃહથ્યાસના ભાગોને સાનુવાદ પ્રકાશિત કરવાનો પંડિતવર્ય શ્રીજગદીશભાઈનો શ્રમસાધ્ય પ્રયત્ન પ્રશંસનીય – અનુમોદનીય - સાધુવાદને પાત્ર છે. તે દ્વારા અનેકાનેક પુણ્યાત્માઓ વ્યાકરણના સારા અભ્યાસી બની આગમાદિ અનેકવિધ ગ્રંથોમાં ગૂંથાયેલા ગૂઢાર્થ રહસ્યોને સમજી – સમજાવી નિઃસંદેહ પરમપદના ભોક્તા બની શકશે. વ્યાકરણનો અભ્યાસ ન કરનાર જે ગ્રંથનું ભાષાંતર છપાયું ન હોય તે ગ્રંથ સુવિશદ વાંચી શકે નહીં. ભાષાંતર છપાયું હોય તો જેવા શબ્દોમાં છપાયું હોય તેવા જ શબ્દોમાં સ્વીકારવું પડે. શબ્દના અર્થનો સારી રીતે બોધ પામી શકે નહીં. ગ્રંથોનું સંશોધન કરતી વખતે કયો પાઠ સાચો અને કયો પાઠ ખોટો, તેનો નિર્ણય કરી શકે નહીં. ‘વૈદુષ્ય વિાતાશ્રયં વ્રિતવતિ શ્રીહેમશ્વન્દ્રે ગુરૌ ।'' “શ્રી હેમચન્દ્રસૂરિનું નિર્વાણ થતાં વિદ્વત્તા આશ્રયવિહોણી બની ગઈ.” પાંજરાપોળ જૈન ઉપાશ્રય, વિ. સં. ૨૦૬૯, ભાદરવા સુદી ૧, તા. ૬-૯-૨૦૧૩ મુનિ વિમલકીર્તિવિજય

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 412