Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 8
________________ આશીર્વાદ આશીર્વાદ સંસ્કૃતભાષાના અભ્યાસીઓ માટે આજે ખરેખર સુવર્ણયુગ ચાલી રહ્યો હોય એવું લાગે છે. સંસ્કૃતના પ્રારંભિક અભ્યાસ માટે તો વિવિધ પુસ્તકો પ્રગટ થયા જ છે, તદુપરાંત સંસ્કૃતના ગહન અભ્યાસ માટે પણ વિવેચનો પ્રગટ થવા માંડ્યા છે. બૃહશ્વાસ એ સિદ્ધહેમવ્યાકરણનો સર્વોચ્ચ વ્યાખ્યાગ્રન્થ છે. આવા ગહન અને વિસ્તૃત ગ્રન્થનું વિવેચન સિદ્ધહેમ સંસ્કૃત વ્યાકરણ આદિ ગ્રન્થોના અધ્યાપક પંડિત શ્રીજગદીશભાઈના હાથે થઈને પ્રગટ થઈ રહ્યું છે, તે આનંદદાયક ઘટના છે. સંસ્કૃતભાષા અને વ્યાકરણના ગહન અભ્યાસ કરનારાઓ આ ગ્રન્થોનો ઊંડો અભ્યાસ કરી ભાષાજ્ઞાન, તત્ત્વજ્ઞાન અને છેવટે મોક્ષપદને પામે એ જ આશા, અભિલાષા, આશીર્વાદ... ૬. વિજય મુનિચન્દ્રસૂરિના ધર્મલાભ... આ ગ્રંથરત્ન આપણા સુધી પહોંચ્યો એનો સંપૂર્ણ યશ પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મહારાજાના ફાળે જાય છે. એમનો ઉપકાર હું ક્યારેય ભૂલી શકું તેમ નથી. આ ગ્રંથરત્નના નિર્માણમાં મહાભાષ્ય વગેરે અનેક ગ્રન્થોની સહાય લેવામાં આવી છે. જેની સંદર્ભસૂચિ અહીં આપવામાં આવી નથી. આ ગ્રંથરત્નમાં ટાઈપસેટિંગ માટે મૃગેન્દ્રભાઈ શાંતિલાલ શાહે જે સહકાર આપ્યો છે, તેમનો ઉપકાર હું ભૂલી શકું તેમ નથી. ო હાલમાં કારક પ્રકરણ ઉપર બૃહશ્વાસનો અનુવાદ ચાલી રહ્યો છે, જે બનતી ત્વરાએ પ્રગટ કરવામાં આવશે.

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 412