Book Title: Siddha Hemchandra Shabdanushasanam Part 01
Author(s): Jagdishbhai
Publisher: Jagdishbhai

Previous | Next

Page 6
________________ આશીર્વચન ૧ આશીર્વચન કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અભૂતપૂર્વ રચના એટલે શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન ! કાશ્મીરમાં જલપરીક્ષણ દ્વારા આ ગ્રંથ નિર્દોષ પુરવાર થયેલ. આચાર્ય ભગવંતશ્રીએ સ્વયં જ ગૃહશ્વાસ સુધીનાં સંપૂર્ણ વ્યાકરણની રચના કરી છે. આ ગ્રંથનો અભ્યાસ વધુમાં વધુ થાય એ નિમિત્તે પંડિતવર્યશ્રી જગદીશભાઈએ બૃહવૃત્તિ, બૃહશ્યાસ તથા ન્યાસસારસમુદ્ધાર ઉપર સારી એવી વિવેચના કરી છે. તેમણે અનેક મુમુક્ષુઓને તૈયાર કરી સંયમના માર્ગે વળાવ્યા છે. હમણાં પણ ચાલીસ મુમુક્ષુઓને સંસ્કૃત, વ્યાકરણ, યોગ, ન્યાય વગેરે ગ્રંથોનો સચોટ અભ્યાસ કરાવે છે. આ રીતે તેઓ જૈનશાસનની અમૂલ્ય સેવા કરી રહ્યા છે. પાલિતાણામાં વિનિતાનગરીમાં સંઘવી પાનીદેવી મોહનલાલજી મુથા સોનવાડિયા દ્વારા આયોજિત આધ્યાત્મિક ચાતુર્માસમાં પંડિતશ્રી જગદીશભાઈ તથા તમામ મુમુક્ષુઓનો સ્વાધ્યાયયોગ નજરે જોવાનો મોકો મળ્યો. ‘તેઓશ્રીની આગળ વાચના આપવાનો અવસર આવ્યો. ખૂબ જ અનુમોદના થઈ. તેમણે અભ્યાસ કરાવવાનાં સમયમાંથી સમય કાઢી આ ગ્રંથ રચવાનો પુરુષાર્થ કર્યો તેની ઘણી જ અનુમોદના. બૃહથ્યાસનાં આ વિવેચનમાં તેઓશ્રીએ પાતંજલમહાભાષ્ય આદિ ગ્રંથોનો સહારો પણ લીધો છે. આ મહાકાય ગ્રંથની વિવેચના કરવાનો વિચાર આવવો જરૂરી એટલા માટે હશે કે કેટલાક સ્વાધ્યાયપ્રિય સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ માત્ર સિદ્ધહેમલઘુવૃત્તિ સુધી પહોંચે છે. કોઈક વિરલ આત્માઓ જ બૃહદ્વૃત્તિ સુધી પહોંચે છે. પણ બૃહશ્વાસ સુધી પહોંચનારાઓ તો ઘણાં જ અલ્પ હોય છે. તેનાં બે કારણો છે : એક તો બૃહશ્વાસ સંપૂર્ણ મળતો નથી અને બીજું જેટલો ન્યાસ મળે છે એની પંક્તિઓ સંતોષપ્રદ રીતે બેસાડી શકાય એવો કોઈ અનુવાદ હાથવગો નહોતો. આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રાચાર્યએ સિદ્ધહેમશબ્દાનુશાસનની રચના કરી એમાં સાત અધ્યાય સંસ્કૃત વ્યાકરણનાં છે તથા આઠમો અધ્યાય પ્રાકૃત વ્યાકરણ સંબંધી છે. દરેક અધ્યાયનાં ચાર ચાર પાદો છે. આમ, કુલ બત્રીસ પાદો છે. વર્તમાનમાં લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ તેમજ બૃહદ્વૃત્તિની સંપૂર્ણ ટીકા મળે છે. પરંતુ બૃહસ્યાસની ટીકા તો માત્ર આઠ પાદો ઉપર જ મળે છે. એ આઠ પાદોમાં પણ ક્યાંક ક્યાંક અપૂર્ણ ટીકાઓ જ મળે છે. આપણા કમનસીબે વિધર્મીઓનાં આક્રમણ અને ભંડારોની રક્ષાનાં યોગ્ય ઉપાયોનાં અભાવને કારણે જૈનશાસનનું ઘણું ખરું આગમસાહિત્ય,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 412