________________
સા
સમર્પણ
શ્રી છોટાલાલ વેલચંદ શાહ (ધાનેરા)
શ્રી ચંચળબેન છોટાલાલ શાહ (ધાનેરા)
પૂજ્ય પિતાશ્રી
પૂજય માતુશ્રી
હે ઉપકારી માતા-પિતા ! હું જન્મ પછીના એક વરસ પછી સંપૂર્ણ અપંગ થઈ ગયો હતો. મારું લાલન-પાલન કરવા દ્વારા ભવિષ્યમાં આપને કોઈ ફાયદો થવાનો ન હતો; છતાં પણ ઈ. સ. ૧૯૫૪માં મહાલક્ષ્મી (મુંબઈ) હોસ્પિટલમાં મને દાખલ કરીને છ મહિના સુધી મારી સારવાર કરાવી. ત્યારબાદ નવમે વર્ષે મને ભણવા માટે મૂક્યો. આપણી પરિસ્થિતિ એવી ન હતી કે હું રીક્ષામાં ભણવા જઈ શકું; છતાં પણ તમે મને ઊંચકી-ઊંચકીને રોજ સ્કૂલે લઈ જતા હતા. આપે B. Com. સુધી મને ભણાવ્યો. સત્તાવન વર્ષ સુધી મારા આનંદને માટે આપે કોઈ કચાશ રાખી ન હતી. હે બા ! આજે મારી ૬૦ વર્ષની ઉંમરે પણ તું મારી એ જ ભાવથી સેવા કરે છે. આ બધાનો બદલો હું તમને કેવી રીતે આપી શકું? પરમાત્મા મહાવીરસ્વામીએ તો દેવાનંદા અને ઋષભદત્તને સંયમ આપીને મોક્ષમાં મોકલ્યા. મારી પાસે એવું સામર્થ્ય પણ નથી કે હું તમારું આ રીતે કલ્યાણ કરી શકું, પણ આપે નિઃસ્વાર્થભાવે જે પણ જ્ઞાન અપાવ્યું છે. તથા આર્થિક જરૂરિયાતો માટે મારી કોઈ અપેક્ષાઓ નથી રાખી, એના બદલામાં આ સર્જનને આજે હું આપના કરકમલમાં સમર્પિત કરું છું. આનાથી જે પુણ્ય તથા વિશુદ્ધિ ઉત્પન્ન થાય તેના દ્વારા આપ જલ્દીથી જલ્દી આ સંસારમાંથી છૂટકારો પ્રાપ્ત કરો તે જ અભ્યર્થના સાથે વિરમું છું.
આપનો ચરણચંચરિક
જગદીશ