Book Title: Shrutsagar Ank 2013 06 029
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 73
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रुतसागर • २९ ૭૧ અયોધ્યાનું તેમ જ બાહુબલિને તક્ષશીલાનું રાજ્ય આપી દીક્ષા લે છે તેમ જણાવી, કવિ તેમના કેવળજ્ઞાનના પ્રસંગને વર્ણવે છે. આ જ પ્રસંગે ભરતના ઘરે ચક્રરત્ન પ્રગટ થાય છે, પ્રથમ પિતાના કેવલજ્ઞાનના અવસરને આનંદથી ઉજવી ચક્રવર્તી ભરત દિગ્વિજય માટે નીકળી પડે છે. આ મુખ્ય યુદ્ધ પૂર્વેના વર્ણન દ્વારા કવિ યુદ્ધની ભયાનકતા, ભીષણતા આદિનો સમુચ્ચિત ખ્યાલ આપી દે છે. કવિએ આ કાર્ય માટે વર્ણાનુપ્રાસમય પદાવલી દ્વારા ઓજસમય શૈલીનો વિનિયોગ કવિએ ખપમાં લીધો છે; ધડહડત ધર દ્રમદ્રમીય, રહ સંઘઇ રહવાટ તો રવ ભરિ ગણઈ ન ગિરિ ગહણ, થિર થોલઈ રહ-ચાટતુ. ૨૭ ધ્રૂજતી ધરા ધમધમી રહી રથોએ રથવાટ (રથનો માર્ગ) રૂંધી નાખ્યો. રથો ભારે વેગથી પર્વત કે ખાઈને ગણતા નથી. આમ, આ ઓજસભર્યો વાણીપ્રવાહ યુદ્ધના વાતાવરણનો વેગવંત રીતે અનુભવ કરાવે છે. છ ખંડ પરના પ્રબળ વિજય બાદ પણ ભરતરાજનું ચક્ર પુનઃ આયુધશાળામાં પ્રવેશતું નથી, આથી ચિંતામાં મૂકાયેલ ભરત આ પ્રશનનું નિરાકરણ લાવવા મંત્રીશ્વરને કહે છે. મંત્રીશ્વર કહે છે કે, તમારા ભાઈ બાહુબલિએ તમારી આજ્ઞા સ્વીકારી નથી, માટે ચક્ર પ્રવેશતું નથી. આથી, ભરત ક્રોધે ભરાઈ બાહુબલિ સાથે યુદ્ધ કરવા તત્પર થયો, ત્યારે મંત્રી કહે છે, ભાઈ સાથે યુદ્ધ શું કરવાનું? પહેલા દૂત મોકલી વાત જણાવીએ. જો તે નહિ આવે તો પછી સૈન્ય મોકલીએ. રાજાએ સુવેગ નામના દૂતને મોકલ્યો. સુવેગ દૂતના તક્ષશીલા ગમન સમયે ઘોડો ફરી ફરી સામે થવા લાગ્યો, બીલાડો આડો ઊતર્યો. અને અનેક અપશકનો થયા. આ સમગ્ર અપશુકનોનું વર્ણન શ્રી બળવંત જાનીએ દર્શાવ્યું છે, તે પ્રમાણે મધ્યકાલીન રિષ્ટસમુચ્ચયમાંથી લેવાયું છે, પરંતુ કવિએ તેનો સાર્થક વિનિયોગ સિદ્ધ કર્યો છે. હવે દૂત વેગથી તક્ષશીલા પહોંચે છે. ત્યાં તક્ષશીલાના મુખ્ય નગર પોતનપુરના અપૂર્વ સૌંદર્યના વર્ણનમાં કવિની વર્ણનકળા ખીલી ઊઠી છે; ધરણી તરણિ - તાડક, જેમ તુંગ ત્રિગટું લહઈએ એહ કિ અભિનવ લંક, સિરિ કોસીસાં કલયમય. તેનું ત્રિગટું એવું લાગે છે કે, જાણે ધરતીરૂપ તરુણીએ કુંડળ ધારણ કર્યા ન હોય? ઉપર રહેલા સોનાના કાંગરા વાળી આ અભિનવ લંકા છે? પોઢા પોલિ પગાર, પાડા પાર ન પામીઈએ સંખ ન સીહ દુયાર, દસઈ દેઉલ દહ દિસિ. ૧૭ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84