________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
जून २०१३
જ નિર્વેદકારક હોય છે, પરંતુ જીતનાર પણ વિજયને જે કિંમતે ઉપલબ્ધ કરી શક્યો હોય છે, તેમાં કેટલેક અંશ હાર હોય જ છે. એમાં પણ બે સ્વજનો વચ્ચે ખેલાતા યુદ્ધમાં આ નિર્વેદની માત્રા વધુ તીવ્ર હોય છે. આથી જ 'પ્રાચીના'માં યુધિષ્ઠિરના મુખે શ્રી ઉમાશંકરે મૂકેલા શબ્દો અત્યંત યથાર્થ લાગે છે;
સમાન પલ્લા વિધિની તુલાના; જય વિજય તો કેવળ બ્લાનાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
·
રાજગચ્છની પરંપરામાં વજ્રસેનસૂરિના વિદ્વાન શિષ્ય શાલિભદ્રસૂરિએ પણ જૈન પરંપરામાં ઉપલબ્ધ થતાં બે ભાઈઓના યુદ્ધની ભયાનક અને રમ્ય કથાને રાસા છંદમાં રજૂ કરવાના ઉપક્રમ સાથે 'ભરતેશ્વર બાહુબલિ રાસ' આપણી સમક્ષ પ્રસ્તુ થાય છે.
આપણી એક માન્યતા એવી છે કે, પ્રારંભિક રાસાઓ ટૂંકા, ગેય નર્તનક્ષમ હતા, પરંતુ આપણો સર્વપ્રથમ રાસ જ ગેય અને પાઠ્ય હતો તે તેના આંતરસ્વરૂપથી સ્પષ્ટ થાય છે. ૧૭ ઠવણી અને ૨૦૩ કડીઓમાં ફેલાયેલી આ રચના કેવળ નર્તન માટે ન જ હોય તે સ્પષ્ટ છે. વળી કર્તા અંતે કહે પણ છે,
જો પઢઈ એ વસુહા વદીત, સો નરો નિતુ નવ નિહિ લહઈએ
(આ રાસ જે પઢશે (વાંચશે) તે વસુધા-પૃથ્વીમાં પ્રસિદ્ધ થશે અને તે મનુષ્ય નિત્ય નવનિધિને પ્રાપ્ત કરશે.) આમ, આ પ્રારંભિક રાસ પણ રાસા સ્પષ્ટરૂપે પઠન-વાચન-ક્ષમ હતા, તેની પ્રતીતિ કરાવે છે. ભરત-બાહુબલિની આ યુદ્ધ કથા યુદ્ધ કથા રૂપે પણ વિશિષ્ટ છે,
સામાન્ય રીતે યુદ્ધની પૂર્ણાહુતિ બાદ બેમાંથી એકને નિર્વેદ આવે (મોટે ભાગે હારનારે) એ તો સહજ અને સ્વીકાર્ય માનવધટના ગણાય. પરંતુ અહીં તો યુદ્ધની ચ૨મક્ષણોમાં વિજય જ્યારે સાવ સમીપ હોય ત્યારે વિજેતા બનનાર તે જ ક્ષણે વિજયનો અસ્વીકાર કરે, નિર્વેદ અનુભવે અને વૈરાગી બની જાય એ તો વિરલ ઘટના છે. તો આ વિરલ યુદ્ધ ઘટનાનો કવિના શબ્દમાં પરિચય પામીએ.
કવિ પ્રારંભે ઋષભદેવ પ્રભુ અને સરસ્વતી દેવીને પ્રણામ કરી બીજી જ કડીમાં કહે છે કે, વસુધા મંડળમાં પ્રસિદ્ધ એવું ભરત અને બાહુબલિ એ બે ભાઈઓનું બાર વર્ષનું યુદ્ધ મનને આનંદ આપનારા ૨ાસા છંદમાં કહીશ, હે ભાવિકો! તેને ભાવપૂર્વક સાંભળો.
For Private and Personal Use Only
આમ કહી કવિ પીઠિકારૂપે બંને ભાઈઓના પિતા શ્રી ઋષભદેવનું ચારિત્ર સંક્ષેપથી વર્ણવી ઋષભદેવની દીક્ષાનો પ્રસંગ વર્ણવે છે. શ્રી ઋષભદેવ ભરતને