Book Title: Shrutsagar Ank 2013 06 029
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભરતેશ્વર બાહુબલિ રાસ : યુદ્ધ અને ઉપશમને વિષય બનાવતી થના ૉ. શ્રી અભય દોશી મધ્યકાળના વિપુલ સાહિત્યમાં અનેક વિષયોની રચનાઓ વ્યાપકપણે જોવા મળે છે. ધર્મ, અધ્યાત્મ, પ્રણય આદિ વિષયોની સાથે જ યુદ્ધ પણ સાહિત્યમાં એક મહત્ત્વપૂર્ણ રચનાવિષય રહ્યો છે. આપણા બે ય આર્ષ મહાકાવ્યો રામાયણ અને મહાભારતમાં પણ વનવાસ અને યુદ્ધ એ મહત્ત્વપૂર્ણ વિષય વસ્તુ રહ્યા છે. આમાંની સમગ્ર કથામાંથી પણ કેવળ યુદ્ધકથાને અમુક પ્રસંગે સાંભળવાનું વલણ આદિવાસી પ્રજાઓમાં રહ્યું છે.. ભીલી-ભારથની કેટલીક પાંખડીઓ (કેટલાક ખંડો) કે જગદેવ પરમારની કથા વગેરે શ્રોતાઓમાં વીર-૨સ જગાવવા કહેવાની પરંપરા હતી. ચારણી પરંપરામાં પણ શ્રોતાઓને વીર રસ જગાવે એવી પદાવલી દ્વારા શૂરત્વ જગવવાનો ઉપક્રમ રહેતો. આ મધ્યકાલીન સાહિત્યમાં પણ પૂર્વ મધ્યકાળ અગિયારમી સદીથી પંદરમી સદીના કાળમાં ગુજરાતમાં મુસ્લીમ સત્તાના પગરણ થઈ રહ્યા હતા, પરંતુ હજી સ્વતંત્ર હિન્દુ રાજ્યો પ્રભાવ પાથરી રહ્યા હતા. પાટણના ગૌરવશીલ રાજાઓ સિદ્ધરાજ અને કુમારપાલથી માંડી ધોળકાના રાજા વીરધવલ અને તેના પ્રતાપી મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલ જીવાતા જીવનના ભાગરૂપ હતા. બૃહદ્ ગુજરાતના ભાગરૂપ જાલોરના વીર રાજવી કાન્હડદે વળી હમ્મીર આદિ પણ અવિસ્મરણીય હતા. આવા સમયે જૈન-સાધુઓ પણ મુખ્યત્વે અહિંસાના ઉપદેશક હોવા છતાં સંસ્કૃતિ રક્ષા કરનાર વીરપુરૂષોની ગૌરવ-ગાથા ગાતા. જ્યારે સમાજના નાયક પુરૂષો સંસ્કૃતિ રક્ષા માટે યુદ્ધમાં રમમાણ હોય ત્યારે પ્રજા પણ આ યુદ્ધનાયકોના ગુણગાન ગાવા પ્રેરાય. કાન્હડદે પ્રબંધ, હમીર પ્રબંધ, વિમલપ્રબંધ આદિ રચનાઓ આવા વીરત્વના ગુણગાનની - મહિમાં મંડનની રચનાઓ છે. a પ્રજાને એક યુદ્ધના સમયે પૂર્વના યુદ્ધ વર્ણનની રચનાઓમાં પણ વિશેષ રસ પડતો હોય છે. રામાયણ અને મહાભારતની રચનાઓ તો પ્રજાને માટે ચીરકાલીન કથાભંડાર રહ્યો છે. આ સાથે જ જૈન કવિઓએ મહાપુરુષો, પ્રસિદ્ધ શ્રાવકોના જીવનમાંથી વીરત્વભર્યા પ્રસંગોને કેન્દ્રમાં રાખી તેની રસમય પ્રસ્તુતિ કરી. તેઓનો ઉદ્દેશ્ય યુદ્ધ નિમિત્તે અંતે વૈરાગ્ય તરફ દોરવાનો રહ્યો છે. યુદ્ધ આમે પણ વૈરાગ્ય તરફ દોરી જતું હોય છે. હારનાર પક્ષને તો હારનો અનુભવ મહાભારતની ભીલ પ્રજામાં સંભળાતી કથા-પરંપરા For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84