Book Title: Shrutsagar Ank 2013 06 029
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 74
________________ Shri Mahavir Jain Aradhana Kendra ७२ www.kobatirth.org जून २०१३ આ નગરમાં વિશાલ પોળોને દીવાલો હતી, તેના પાડાઓ (મહોલ્લાઓ) નો પાર પમાય તેમ નથી. ત્યાંના સિંહદ્વારની સંખ્યા (ગણાય) એમ ન હતી, અને દશે દિશાઓમાં દેવમંદિરો શોભી રહ્યા હતા. અત્યારે પાટણમાં કે અમદાવાદમાં નાના વસ્તી ગુચ્છો માટે વપરાતો પાડા શબ્દ તેરમી સદીથી પ્રચારમાં હતો, એમ કહી શકાય. ચઉકીય માણિક થંભ, માહિ બઈઠઉ બાહુબલે રૂપિહિ જિસિય રંભ, ચમરહારિ ચાલાઈ ચમરૂ. ૬૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોકીમાં માણસ્તંભ હતા, તેમાં રાજા બાહુબલિ બેઠો હતો. રૂપમાં રંભા સમાન ચામરધારિણી ચામર ઢોળી રહી હતી. એ પછીના બાહુબલિના વર્ણનમાં કવિતાનો મનહર સ્પર્શ અનુભવાય છે. ઉદયાચલ પર જેમ સૂર્ય શોભે છે, તેમ તેના મસ્તક પર મણિમુકુટ શોભી રહ્યો હતો. તેની છાતી પર મોતીનો હાર, હાથમાં વીરવલય (કડા) શોભી રહ્યા હતા. આવા બાહુબલિને જોઈ દૂત મનમાં આનંદ પામ્યો અને દૂતે ભરતનો સંદેશ ક્યો, બાહુબલિએ કહ્યું, અમે ભરતને અમારી રીતે મળવા આવીશું. ત્યારે દૂત આગ્રહપૂર્વક ભરતની સેવા અને આજ્ઞા સ્વીકારવાનો આગ્રહ કરવા લાગ્યો, ત્યારે બાહુબલિએ દૂતને પોતાના પરાક્રમ પ્રગટ કરતી ઉક્તિઓ કહી તીરસ્કાર કર્યો. તેને કહ્યું કે, જો ગાય વાઘણને ખાય તો ભરત બાહુબલિને જીતી શકે. વળી ભરતને પોતાના ચક્ર પર વિશેષ ગર્વ હોય તો કહેવું કે 'અમારા નગરમાં પણ ઘણાં કુંભારો ચક્ર ચલાવી રહ્યા છે’ ત્યાર બાદ પોતાના બાળપણના પ્રસંગનું સ્મરણ કરે છે; જઈ જણાવિ સુનંદા જાઓ મ સર મન ધિર ગરુઉઉ ગાહો આપણિ ગંગાતિરિ રમંતા, ધસમસ ધૂંધલિ પડિય ધર્મતા તઉ ઉલાલીય ગયણિ પડંતઉ, કરુઉણા કરીય વલી ઝાલંતઉં, ૧૧૫ સુનંદાના જાયા (ભરતેશ્વર) ને જઈ જણાવ કે અમારી ગરવી ગાથાને મનમાં યાદ કરે.) આપણે ગંગા તીરે રમતાં, તેના ધસમસતાં વમળોમાં પડી ધમાલ કરતા, ત્યારે (હું) તને ગગનમાં ઊછાલતો અને (ત્યાંથી) પડતા તેને કરુણા કરીને ઝીલી પણ લેતો. આમ છતાં, ભરત રાજા હઠ કરી યુદ્ધ માટે આવશે, તો મુગટધારીના મુગટ ઊતરશે, અને લોહીના રેલામાં ધોડા અને હાથી તરશે. દૂતે આ સંદેશ ભરત રાજાને કહ્યો, એટલે કોપિત થયેલો ભરત રાજા યુદ્ધ માટે તત્પર થયો. બંનેના સૈન્યોનું પરસ્પરનું યુદ્ધ બાર વર્ષ સુધી ચાલ્યું. આ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84