Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 211
________________ અગ્રીમતા આપી દે છે ત્યારે જીવનન ક્ષુદ્ર બને છે. પણ પૂર્ણ આત્માને લક્ષમાં લેવામાં આવે તો જીવન શુદ્ધ બને છે. યોગ દ્વારા આત્મસાક્ષાત્કાર કરવો એ સૌથી મોટો ધર્મ છે. અને એથી જ ઉપાસનાને પણ ધર્મના અંગોમાં મહત્ત્વનું સ્થાન છે.” મનુસ્મૃતિ “આત્મસાક્ષાત્કાર એ ધર્મની અચૂક કસોટી છે. વિશ્વનાં બધાં પ્રાણીઓ બ્રહ્મથી ભિન્ન નથી. છતાં એ અભેદનો અનુભવ સર્વને થતો નથી. - “ઉપાસ્ય તત્ત્વની અવહેલના તો આ જીવને અનાદિથી કોઠે પડેલી છે. આત્મૌપમ્ય દષ્ટિ વડે તેને ભેદવામાં આ માનવ ભવની સાર્થકતા છે. પછી આત્મસાક્ષાત્કાર સ્વાભાવિક ક્રમે પ્રગટે જ છે. અને તાત્ત્વિક વિશ્વેક્ય અનુભવાય છે.” અધ્યાત્મનો અર્થ છે આત્મા પ્રત્યે, આત્માની નજીક રહેવું. અધ્યાત્મ જીવનનો પ્રારંભ મોહના દૂર થવાથી થાય છે. અધ્યાત્મ જીવનમાં મોહ અને દંભ અત્યંત બાધક તત્ત્વ છે. મમત્વનો ત્યાગ અને સમત્વનું સર્જન એ અધ્યાત્મ પ્રત્યેની શુદ્ધ દૃષ્ટિનું સ્થાપન છે. અધ્યાત્મનું રસાયણ મોક્ષપ્રાપ્તિનું ગૂઢ રહસ્ય છે. યોગના ઘણા પ્રકારોમાં અધ્યાત્મયોગ સર્વોચ્ચ છે. અધ્યાત્મયોગની સાધનામાં એકાંતની મુખ્યતા છે. જનસંપર્ક ઘણા વિકલ્પનું અને માયા-પ્રપંચનું નિમિત્ત બને છે. ધર્મ ક્ષેત્રે પણ જનસંપર્કથી મહાત્માઓ પણ ભ્રમમાં પડે છે. જનસંપર્કને જનઉત્કર્ષ માની બહિર્મુખતાની વિશેષતા થાય છે, ત્યારે અધ્યાત્મ યોગ ટકતો નથી. આથી આનંદઘનજી જેવા અધ્યાત્મયોગીઓએ એકાંતનું સેવન કર્યું. પૂ. પંન્યાસજી જેવા અધ્યાત્મયોગીએ નિર્લેપ રહી પૂરા વાત્સલ્યભાવે જનસંપર્ક સેવ્યો પરંતુ બાહ્યાંડબરને ગૌણ કર્યો હતો. અથવા એમ કહી શકાય કે અધ્યાત્મ યોગને સાધ્ય કરી પછી જરૂરી જનસંપર્ક રાખ્યો હતો. આ અધ્યાત્મનો યોગ અત્યંત વૈભવશાળી મહિમાવંત પદાર્થ છે, તેનું એકાંતથી રક્ષણ થાય છે, અસંગથી તે ફળવાન થઈ જીવને મોક્ષદાયક છે. તે પહેલાની ભૂમિકાએ જીવને અવલંબન જરૂરી છે. તે અવલંબનો શુદ્ધ હોવાથી જીવને અધ્યાત્મમાં પ્રવેશ કરાવે છે. ૨૦૦ x શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220