Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 214
________________ કરી તેનો જ પરિચય કરે તો પ્રભુતા પ્રગટ થાય. એ શુદ્ધ સ્વભાવ જ્ઞાનસ્વરૂપે વિશ્વ વ્યાપક છતાં વિશ્વથી ભિન્ન છે. તેમાં વિકલ્પોનો પ્રવેશ નથી, તેથી અનાકુળ છે એવો નિર્ણય તે સ્વધર્મ છે, બાકી સર્વ પરધર્મ છે. પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબને આત્માને સાંભળવો, વિચારવો. શ્રુતજ્ઞાન અનેકાંત સ્વરૂપ છે. તે જણાવે છે કે દરેક પદાર્થ સ્વસ્વરૂપે રહી પરિણમે છે. પરરૂપ થઈ પરિણમતો નથી. મતિજ્ઞાન વસ્તુની સ્વતંત્રતા દર્શાવે છે. શ્રુતજ્ઞાન વસ્તુની પૂર્ણતા સિદ્ધ કરે છે. પર્યાય નિરંતર પલ્ટાય છે, તે ક્ષણિક હોવાથી વિકારી છે. આત્મા ત્રૈકાળિક દ્રવ્ય છે. તેથી અવિકારી છે. માટે સ્વભાવને જાણવો, અને તેમાં જ સ્થિર થવું. વસ્તુને-દ્રવ્યને પરાધીન માની કર્તૃત્વ બુદ્ધિ કે રાગાદિ કરવાથી સ્વભાવથી ચુત થવાય છે. ભાવનું પુણ્યાનુબંધી પુણ્ય રૂપે પરિણમવું તે મોક્ષમાર્ગનું અવલંબન છે. પુણ્યમાં ભોગ બુદ્ધિ કરી મોક્ષમાર્ગનો અપલાપ કરવો કોડીને ગ્રહણ કરી રત્ન ગુમાવવા જેવું છે. સુખ માટે પુણ્યનો આશ્રય લેવાને બદલે ચિદાનંદમય આત્માનો આશ્રય કરવો. પુણ્યના યોગે ચૈતન્ય અને સુખ બુદ્ધિ વચ્ચેનો ભેદ સમજી ચૈતન્યનો આશ્રય લેવો તે સ્વધર્મ છે. સ્વધર્મમાં રહેવાને બદલે વ્યક્તિ બહાર કંઈ મેળવવા ઇચ્છે છે એટલે પરપદાર્થની ગુલામી સ્વીકારે છે, આત્મ વસ્તુ સ્વતંત્ર છે. આત્મસ્વરૂપની શોધને જીવન સાધના બનાવવી તે માનવભવની સાર્થકતા છે. તે શોધ માટે શુદ્ધ ઉપયોગ શ્રેષ્ઠ સાધન છે. તે સાધનની પ્રાપ્તિ પુણ્યયોગે થાય છે. પુદ્ગલ સ્વયં જડ છે, તેનામાં સુખ આપવાનો ગુણ નથી. પુદ્ગલ પદાર્થો સંસારી જીવન નભાવવાનાં સાધનો છે. જીવમાં સ્વભાવથી દુઃખ નથી તેથી જીવના સેવનથી સુખ જ ઊપજે છે. પરંતુ અજ્ઞાની માને છે કે પુદ્ગલમાં સુખ આપવાની શક્તિ છે. તેથી એ તે પદાર્થોની પાછળ દોડે છે, પરંતુ તે દોડ નિરર્થક છે. તેમ વિચારી તે પ્રત્યે ઉદાસીનતા સેવવી. મોક્ષ ન મળે ત્યાં સુધી મૈત્રી આદિ ભાવના ભાવવી. મુક્ત જીવોનું ધ્યાન કરવું તે ઉત્તમ કર્તવ્ય છે. સિદ્ધત્વમાં દૃઢ શ્રદ્ધા વડે પુરુષાર્થ કરવો. સિદ્ધત્વ પ્રાપ્તિનો એ ઉપાય છે. ભય શું છે ? આપણે ક્યાં છીએ ? શું કરી રહ્યા છીએ, આપણે શું કરવું Jain Education International અધ્યાત્મનું રહસ્યઃ શુદ્ધ દૃષ્ટિ છે * ૨૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220