Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 213
________________ હું દેહાદિ સર્વ પર પદાર્થોથી ભિન્ન છું. સ્વરૂપથી પૂર્ણ છું. એમ વિચારી બાહ્યભાવથી પાછો ફરે તો ઉપયોગ સ્વમાં ઠરે, ત્યારે આત્મસુખ પામે. કારણ કે આત્મા ઉપયોગ વડે જીવે છે, દેહની જેમ ખોરાક વડે જીવતો નથી. આત્માનો આનંદ આત્મામાં જ હોય, દેહાદિના રાગાદિમાં ન હોય તે અનુભવી શકાય છે. ઇન્દ્રિય અને મનથી જે ઉપયોગ પર વિષયમાં એકાગ્ર થાય છે તેને પાછો ફેરવીને સ્વમાં એકાગ્ર કરવો તે આત્મ અનુભવ છે તે સમ્યગૂ જ્ઞાન છે, દેહ અને રાગમાં એકત્વ બુદ્ધિ તે મિથ્યાત્વ છે. શુભ વિકલ્પવાળો રાગ સ્વર્ગમાં લઈ જાય પણ આત્મામાં ન લઈ જાય. નિર્વિકલ્પ જ્ઞાન આત્મરૂપ છે, તે મોક્ષનું કારણ છે. જીવ જ્યાં સુધી કોઈ પણ જડ પદાર્થની થતી ક્રિયા પોતે કરી છે કે રાગના વિકલ્પની ક્રિયા પોતા વડે થઈ છે તેમ એકાંત માને ત્યાં સુધી તેને સાચો બોધ પરિણમતો નથી. દરેક દ્રવ્ય પોતાના લક્ષણ કે ભાવ રૂપે પરિણમે છે. ત્યારે તેમાં કોઈ પદાર્થ નિમિત્ત હોય છે છતાં નિમિત્ત પોતે તે ક્રિયારૂપ બનતું નથી. સૂર્યનાં કિરણો વડે પૃથ્વી ગરમ થાય છે. પણ સૂર્ય પૃથ્વીરૂપ થતો નથી. મીઠાની ગાંગડી વસ્તુને ખારાશ આપે છે ત્યારે પણ જે પદાર્થનું લક્ષણ જેમ છે તેમ રહે છે. તેમ જ્યારે દેહના નિમિત્તે જે ક્રિયા થાય છે, તે દેહમાં થાય છે. સ્પર્શાદિ વડે દેહ પરિણમે છે, ત્યારે આત્મા જ્ઞાનરૂપે પરિણમીને સ્પર્શાદને જાણે છે. માટે શ્રુતના અવલંબન વડે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તો અનુભવ થાય. આખરે સ્વની ક્રિયામાં કારણ કાર્ય એક જ દષ્ટામાં ઘટે છે. જેમ આત્માના અનુભવ રૂપી કાર્યમાં આત્મસ્વરૂપનો નિર્ણય તે કારણ છે. તે પ્રથમનું બાહ્ય અવલંબન શ્રુતજ્ઞાન છે. ઈન્દ્રિયોના અવલંબન વડે મતિજ્ઞાનનો ઉપયોગ પરલક્ષે પ્રવર્તે છે. તે પર પદાર્થોને વિષયભૂત બનાવે છે. તે અજ્ઞાન છે. શુદ્ધ જ્ઞાનસ્વભાવરૂપ આત્મા તે શુદ્ધ નિશ્ચય છે અને પરિણતિને સ્વભાવ તરફ વાળવી તે શુદ્ધ વ્યવહાર છે. નિર્વિકલ્પ થવાનો આ ઉપાય છે. આમ જ્ઞાન સ્વભાવની દઢતાથી જ જ્ઞાન થાય તે સિવાય સઘળો બાહ્ય ધર્મ છે કારણ કે સ્વાનુભવરૂપે પરિણમેલો આત્મા સ્વયં સમ્યગુ જ્ઞાન દર્શન સ્વરૂપ છે. આવા નિર્ણયમાં જ આત્મહિત રહેલું છે. ૦ સ્વધર્મ-પરધર્મ ૦ જેવું પરમાત્માનું સ્વરૂપ છે તેવું જ આપણું સ્વરૂપ છે, તેવી શ્રદ્ધા ૨૦૨ - શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220