Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 215
________________ જોઈએ તે સમજવું એ જીવનનું એક મહત્ત્વનું અંગ છે. પોતાની જાતને ઓળખવા માટે કસોટીએ ચઢાવવી જોઈએ. કસોટીથી ભય પામનાર પ્રગતિ સાધી શકતો નથી. તે ભૌતિક સુખના સમયમાં પણ દુ:ખની કલ્પનાથી ભય પામે છે, તે આત્મિક સુખથી તો વંચિત છે જ. જો તેની પાસે અંતર્મુખ થવાનો ઉપાય હોય તો તે ભયમુક્ત થાય છે. તેને આત્મ સ્વરૂપના સુખની ઝંખના હોય છે. તેથી તે સતત ચૈતન્યના વિકાસ તરફ જતો હોય છે. તે ઝંખના તેને અધ્યાત્મયોગ સુધી પહોંચાડે છે જ્યાં આત્મ સાક્ષાત્કારનું સુખ પ્રગટ થાય છે. આત્મોત્થાનની ઝંખના જ સોટીથી પાર કરે છે, એટલું જ નહિ પણ એ કસોટી તેના આત્મ વિકાસનું કારણ બને છે. જેમ જેમ કસોટીમાંથી પાર ઊતરે છે તેમ તેમ ભયમુક્ત થઈ આત્મશ્રદ્ધામાં દેઢ થાય છે. સંસારમાં ભયમુક્ત કોઈ સ્થાન હોય તો વૈરાગ્ય છે. જીવોને ક્યાં તો રાગથી કે ક્યાં તો દ્વેષથી ભય પેદા થાય છે. રાગથી મારું, પરિવારનું, ધનાદિનું શું થશે તેવો ભય રહે છે. દ્વેષથી અન્ય મારા માટે શું વિચારશે શું કરશે ? તેનો ભય રહે છે. આવા રાગ દ્વેષ કોઈ વિચારથી જતાં નથી પણ મૈત્રી જેવી ભાવનાઓથી રાગાદિ ઘટે છે. ત્યારે જીવ પણ ભયરહિત નિઃશંક બને છે. સંસારમાં શરીર છે તો રોગનો ભય છે. રૂપ છે તો તે કરમાઈ જવાનો ભય છે. યૌવન છે તો પાછળ વૃદ્ધત્વનો ભય છે. ધન છે તો રક્ષાનો ભય છે પરિવાર છે તો તેમના સુખદુઃખ, નિભાવનો ભય છે, માન છે તો અન્યના માન વધી જવાનો ભય છે. વાહનનું સુખ છે તો અકસ્માતનો ભય છે. જન્મની સાથે મરણનો ભય તો છે જ. આમ સંસારમાં ભય વગરના સ્થાન ક્યાં શોધશો ? જે મહાત્માઓએ ભયના સ્થાનો ત્યજી દીધાં તેમને જંગલમાં મંગલ લાધ્યું અને મહેલ સ્મશાન જેવા જણાયા. વન્ય પશુઓ તેમના મિત્ર થઈ ગયા. ધન અને માન તો તેમના ચરણમાં આળોટવા લાગ્યા. દેહ છતાં દેહાતીત દશાનું દર્શન પ્રાપ્ત થયું. રોગ જરા અને મરણ તો તેમને સ્પર્શી શક્યા નહિ એ મહાપુરુષો હતા. “નમો જીણાણું જીવ ભયાણં' સ્વયં ભયમુક્ત હતા અન્યને સર્વથા અભયદાન દાતા હતા. ભયમુક્ત દશા એ તો વીતરાગના માર્ગનું વરદાન છે. અધ્યાત્મયોગનું ૨૦૪ * શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220