Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 218
________________ શરીરમાં હાડકું વધે કપાવવા ડોક્ટર પાસે જવું પડે. વાળ વધે વાળંદ પાસે વાળ કપાવવા જવું પડે. નખ વધે સાધન વડે કાપવા પડે. પણ ઈચ્છાઓ વધે ત્યારે શું કરે ? ક્યાં જઈ કપાવશો ? - જો ઇચ્છાઓ પૂરી ન થાય. ધનધાન્યાદિની વિપુલતા ન થાય તો દેવદેવીઓ પાસે દોડે અને ઇચ્છાપૂર્તિ માટે આંટાફેરા કરે. આકુળ થાય. આ ઉપાય સાચો નથી. જેમ હાડકું આદિને કપાવવાં પડે છે, તેમ ઇચ્છાઓને સદ્ગુરુ પાસે, ભગવાનની કૃપા ભક્તિ દ્વારા કપાવવી પડે. ઇચ્છા કોના જેટલી ! સાગરથી પણ વધારે, નદીથી વધારે, પર્વતથી પણ વધારે, આકાશ જેવી અનંત. અને જિંદગી ટૂંકી. પણ જો ઇચ્છાઓ ટૂંકી થાય તો ટૂંકી જિંદગીમાં સુખ સંતોષ દ્વારા મળે છે. સુખ શોધવાથી મળતું નથી અન્યને સુખ આપવાથી સુખ મળે છે. અન્યના સુખમાં પ્રસન્ન થવાથી સુખ મળે છે. ભલે તું કોઈને સુખ આપવા જેવાં સાધનો ધરાવતો ન હોય, પણ કોઈને દુઃખ ન થાય તેવા આચારવિચાર કરી શકે તો પણ તે તારા સુખનું કારણ બનશે. સુખદુઃખની શું ચિંતા કરો, તેનું આવાગમન થાય, ગુલાબ કાંટા સાથે ખીલે, ફૂલદાનીમાં મુરઝાય. પૂર્વે જે લખ્યું કે વર્તમાનમાં વંચાય છે. વળી સુખ કે દુઃખ કાયમનાં નથી અને અન્યોન્યનાં સાથી છે. સુખ ભોગવે દુઃખ લખાય. દુઃખ ભોગવે સુખ લખાય. પરંતુ આવા પૌદ્ગલિક સુખ દુઃખથી પર આત્મિક સુખ છે ત્યાં આવું બંધ નથી. આવાગમન નથી. પ્રાપ્તિ થઈ પછી જતું નથી. આત્માની બે અવસ્થા આત્મિક સુખ આત્મામાં જ રહેલું છતાં અનુભવમાં કેમ આવતું નથી. કયા અવરોધ આ માર્ગમાં બાધક છે, તે સમજવા માટે આત્માની અવસ્થા - સ્વરૂપ સમજવું જરૂરી છે. આત્માની બે અવસ્થા, ૧. શુદ્ધ અવસ્થા ૨. અશુદ્ધ અવસ્થા સદગુરુના યોગે અશુદ્ધ અવસ્થામાં રહેલો જીવ અશુદ્ધ અવસ્થાના દુઃખને જાણે અને શુદ્ધ અવસ્થાના સુખને જાણે તે જ્ઞાન છે. અશુદ્ધ અવસ્થા ટાળી શુદ્ધ અવસ્થા મેળવવાનો ઉપાય કરવો તે ક્રિયા છે. આમ સાચું જ્ઞાન અને સાચી ક્રિયા બે સાથે જ હોય છે. એકનું અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે : ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220