Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 217
________________ હિમાલય પણ નડતો નથી મનુષ્ય જન્મ પામીને હજી જેને એ સમજાયું નથી, કે આ જન્મ કોઈ ઉત્તમ કર્તવ્ય માટે મળ્યો છે, તેને આ મળેલી તકનું ભાન નથી. પણ જેને ભાગ્યયોગે એ સમજાય છે, તે જિંદગી હોડમાં લગાવીને પણ માર્ગ કરી લે છે. કદમ અસ્થિર છે તેને, મારગ મળતો નથી, અડગ મનના માનવીને, હિમાલય નડતો નથી. " હરિનો મારગ, પરમાર્થનો પંથ, મુક્તિ પ્રત્યે પ્રયાણ, નિર્વાણનું શિખર વગેરે શૂરવીરો માટે છે. આ શૂરવીરતા બહારની નથી. બહારમાં તો હજારો સુભટોને જીતનારા પડ્યા છે. પરંતુ ચિત્તમાં પડેલા સંસ્કારોના ગંજના ગંજને ખાળવા શૂરવીરનું કામ છે. એ સંસ્કારોના ગંજને સત્પુરુષોએ સ્વપુરુષાર્થ વડે ક્ષણમાત્રમાં ખાળી નાંખ્યા. અલબત્ત તેમ કરવામાં તેમણે જન્મોનો દાવ લગાવ્યો હતો. જેને સાંસારિક સુખ કહીએ તેવા તમામ સુખોને તેમણે દુઃખમય જાણ્યા હતા. પરંતુ આ ધર્મમાર્ગમાં જેનું ચિત્ત ચોંટતું નથી, કદમ અસ્થિર છે, તેને માર્ગ મળતો નથી. પણ જેણે નિર્ધાર કર્યો છે કે જન્મમરણથી મુક્તિ જોઈએ જ જોઈએ, તેવા અડગ મનના માનવીને ભાઈ ધન, માન, પુત્ર, મિત્ર, સ્ત્રી કે કોઈ પણ બાહ્ય વસ્તુ નડતી નથી. કારણ કે અંતરંગની નબળાઈનાં જે નડતર હતાં તે તો હવે દૂર થયાં છે. - જીવને માયિક સુખ છૂટતું નથી. જે લાવ્યો ન હતો અને લઈ જવાનો નથી તે સઘળું માયિક છે. પુણ્યયોગે મળ્યું તેનો વળગાડ કેવો ભયંકર થઈ ગયો છે. એ પુણ્યયોગને પણ ખતમ કરવા પાપનું અનુકરણ માનવી કર્યે જ જાય છે. કોઈનાં નવાં વસ્ત્રો જોઈ નવાં વસ્ત્રો લેવાની ઈચ્છા થાય. કોઈના બંગલા જોઈ તેવા કે તેનાથી વિશેષ સુંદર બંગલા બાંધવાનું મન થાય. કોઈના અલંકાર જોઈ અલંકાર લેવાની ઇચ્છા થાય. મારું છે. મારી પાસે છે, તેનાથી સંતોષ નથી અને નિત નવી ઇચ્છાઓ જાગે છે. ભાઈ, તું જાણે છે કે આ પાપનું અનુસરણ છે ? વળી તે વસ્તુઓ મેળવીને પણ શું ? આ ભૌતિક વિજ્ઞાનમાં નિત નવું અને ઇન્દ્રિયોને આકર્ષક થયા જ કરવાનું તારી ઈચ્છાઓનો ત્યાં કેમ પાર આવશે ? મન અને ઈન્દ્રિયો નિત નવું માંગશે. . ૨૦૬ ૪ શ્રુતસાગરનાં બિંદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220