Book Title: Shrutasagarna Bindu
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 210
________________ શુદ્ધ છે, અને સંસારીની વર્તમાન અવસ્થા રાગાદિ વાળી અશુદ્ધ છે. આવો નિર્ણય સ્વ પુરુષાર્થને જાગૃત કરી આત્મ જ્ઞાન પ્રગટ કરે છે. આત્મદ્રવ્યને કેવી રીતે વિચારશો ? નિશ્ચય અને વ્યવહાર બંને દૃષ્ટિથી વિચારણા કરવી તે સમ્યગ્ વિચારણા છે. નિશ્ચય દૃષ્ટિથી આત્મા નિત્ય છે. ગુણથી પરિપૂર્ણ-એકેએક પ્રદેશથી ભરેલો છે, પર્યાય દૃષ્ટિથી આત્મા જન્મમરણના કારણથી, શુભાશુભ ભાવના પરિણમનથી અનિત્ય છે અને ગુણોના અપ્રાગટ્યથી અપૂર્ણ છે. તેમ વિચારવું તે વ્યવહાર દૃષ્ટિ છે. નિશ્ચયનય સમ્યગ્દર્શન અને જ્ઞાનને વિકસાવે છે. વ્યવહારનો નય ચારિત્રને વિકસાવે છે. બંને નય સાથે ચાલે છે, સાધકની ભૂમિકા પ્રમાણે મુખ્યતા ગૌણતા રહે છે. અથવા પોતપોતાને સ્થાને બંને મુખ્ય છે. લક્ષ થવા નિશ્ચય વિચારની મુખ્યતા છે, સાધના માટે વ્યવહાર વિચારની મુખ્યતા છે. આથી પ્રથમ સમ્યક્ત્વમાં દર્શન મોહ જતાં શ્રદ્ધા દૃષ્ટિ નિર્મળ બને છે. પછીના ગુણસ્થાનકો ચારિત્ર મોહનીયનો છેદ કરવામાં પ્રવૃત્ત છે. એ ચારિત્રના વિકાસની મુખ્યતા દસમા ગુણસ્થાનકને અંતે પૂર્ણ થતાં બારમા ગુણસ્થાનકને અંતે ત્રણ ઘાતી કર્મ નાશ થઈ શુદ્ધ ચારિત્ર પ્રગટ થાય છે, તેના બીજે સમયે કેવળ જ્ઞાન પ્રગટે છે. ત્યારે ચોથે ગુણ સ્થાનકે પ્રગટ થયેલા આંશિક દર્શન અને જ્ઞાન પૂર્ણપણે પ્રગટ થાય છે. આમ નિશ્ચય વ્યવહાર પોતાના સ્થાને મુખ્ય રહેવાથી રત્નત્રયની આરાધના અસ્ખલિત થઈને મોક્ષને સાધ્ય કરે છે. જ્યાં નયાતીત દશા આવે છે. આવી દૃષ્ટિ વડે સાધક જો એક ક્ષણ માટે પોતાને પરિપૂર્ણ જુએ જાણે અને વિચારે તો તેને અભ્યાસ વડે આત્માનુભવ થાય. ધર્મની આરાધના આ લક્ષે થવાથી પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. વૈકાળિક ધ્રુવ એવા દ્રવ્યનું લક્ષ જ જીવને જ્ઞાન સ્વરૂપે પ્રગટ કરે છે. કર્મગ્રસ્ત આત્મા સ્વભાવે પૂર્ણ છે. વાદળાથી ઢંકાયેલા સૂર્યથી દેખાતો અંધકાર વાદળાના ઘરનો છે. સૂર્ય તો ત્યારે પણ પ્રકાશિત છે તેમ કર્મગ્રસ્ત આત્મામાં પ્રવર્તતું અજ્ઞાન કે અપૂર્ણતા કર્મના ઘરનું છે. ત્યારે આત્માદેવ તો પરિપૂર્ણ છે. પરંતુ માનવી કર્મગ્રસ્તરૂપી અંધકારને Jain Education International અધ્યાત્મનું રહસ્ય શુદ્ધ દૃષ્ટિ છે * ૧૯૯ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220