________________ 9. વૈરાગ્યશતકની ગાથા એટલે વૈરાગ્યને ખજાને. એક એક ગાથાને અર્થ ચિંતવતા ઘણું આત્માઓએ આ દુઃખથી ઉભરાતા સંસારનો ત્યાગ કરી મહાવીર ભગવાનને માર્ગ સ્વીકાર્યો છે. હળુકમી જીવને વૈરાગ્યને રંગ લગાવવા એક ગાથા પણ પર્યાપ્ત છે. ઘણા જીવને આ કંઠે હોય છે. 10. નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજ રચિત આ મહાવીર સ્તવન છે. આગમિક શૈલીમાં લખાયેલું છે. શ્રી કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં જે પ્રભુનું વર્ણન છે તે સોળ ઉપમાઓને રમ્ય પદ્યમાં વર્ણવી છે. સર્વ પ્રથમ અહીં જ પ્રસિદ્ધ થાય છે. આ દશે ગ્રન્થ પ્રાકૃતમાં છે. નાનકડે પણ સુંદર સંગ્રહ છે. આ સંગ્રહગ્રન્થને સંગ્રહ માત્ર ન કરતાં ભવ્ય આત્માઓ તેને સવિશેષ ઉપયોગ કરે એવી અંજલિપૂર્વક શ્રમણગણને પ્રાર્થના. પુસ્તકને અને ચેડા કોરા કાગળ રાખ્યા છે, જેને તેમાં કોઈ ઉપયોગી ફ્લેક-ગાથા લખવા હોય તે તેના ઉપગમાં લઈ શકાશે. આ ગ્રન્થમાં અશુદ્ધિ ન રહે તે માટે બનતી કાળજી રાખી છે. છતાં જ્યાં અશુદ્ધિ રહી ગઈ છે ત્યાં ત્યાં શુદ્ધિ કરીને વાચવા નમ્રવિનંતિ– શરદપૂર્ણિમા વિ. સં. 2033 પાંજરાપોળ અમદાવાદ-૧ મુનિ પ્રદ્યુમ્ન વિજ્ય.