Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 4
________________ નિવેદન શ્રી જૈન-કલા સાહિત્ય પ્રકાશન ગૃહ નામની પ્રકાશન સંસ્થાનું પહેલું જ પ્રકાશન જૈન સમાજમાં બહુ જ પ્રસિદ્ધિ પામેલ નવપદ માહાસ્ય ગર્ભિત શ્રીપાલ રાસ જનતા સમક્ષ રજુ કરતાં અમને અનહદ આનંદ થઈ રહ્યું છે. અમારાં આ પ્રકાશન ગૃહમાં અત્યારે તો હું પિતે, શ્રીયુત્ જશવંતલાલ ગિરધરલાલ શાહ તથા અમારા એકાદ બે મિત્રો જ જેડાયા છીએ, પરંતુ ભવિષ્યમાં જૈન કલાસાહિત્યના પ્રકાશનમાં રસ ધરાવનાર પ્રકાશકો તથા વ્યક્તિઓને જેમ જેમ વધુ સહક મલશે તેમ તેમ, આ પ્રકાશન ગૃહને વિસ્તૃત કરવાની અમારી ભાવના છે. પ્રસ્તુત રાસની એક નામ નહિ ઈચ્છનાર વ્યક્તિ તરફથી લગભગ સવાસો વ પહેલાંની એક હસ્તપ્રત કે જેમાં એ ઉપરાંત ચિત્ર ભાવવાહી રીતે ચીતરાએલાં છે, પ્રતના બ્લેક બનાવવા માટે અમને આપવા માટે તે અનામી વ્યક્તિનો અમે આભ માનીએ છીએ અને તે બધાંયે ચિત્રો અમારા તરફથી ચિત્રયુક્ત શ્રીપાલ રાસના નામથી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની કીંમત માત્ર વીસ રૂપિયા જ રાખવામાં આવેલી છે, તે તરફ આ પુસ્તકના વાંચકોનું ધ્યાન ખેંચવાની રજા લઈએ છીએ. અમારી માન્યતા પ્રમાણે એવા સુંદર ચિત્રવાળી અને આટલી મોટી સંખ્યામાં ચિત્ર ચિતરાએલી શ્રીપાલ રાસની હસ્ત પ્રત, બીજે કવચિત જ હશે; અને તેટલા પુરતું અમને આવી સુંદર પ્રતને પ્રથમવાર પ્રસિદ્ધ કરવાની મંજુરી આપવા માટે એ અનામી વ્યક્તિને ફરીથી આભાર માનીએ છીએ. આ સુંદર હસ્તપ્રતના ચિત્રો જ્યારે જોઈએ છીએ ત્યારે આપણી સમક્ષ શ્રીપાલનું જીવનચરિત્ર હૂબહૂ એક પછી એક ચિત્રો દ્વારા રજૂ થતું હોય તેવું આપણને લાગ્યા વિના રહેતું નથી, અને આ પ્રતનાં ચિત્રો દ્વારા સવાસો વર્ષ પહેલાનું લેકજીવન પણ જાણવાની આપણને અમૂલ્ય તક મળે છે. આ રાસ જૈન સમાજમાં ઘણા જ સમયથી પ્રચલિત હોવાથી તેના વિષે વધુ લખવું આવશ્યક નથી. પ્રસ્તુત રાસ ચાર ખંડ અને એકતાલીસ ઢાળમાં સંપૂર્ણ કરવામાં આવેલ છે. તેની રચના કરનાર કવિરત્ન શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજીએ સંવત ૧૭૩૮ની સાલમાં સુરત શહેરની નજીક આવેલા રદેર ગામમાં આ રાસની રચના કરવા માંડેલી, પરંતુ સાડાસાતસો ગાથાઓ રચ્યા પછી તેઓ સ્વર્ગવાસી થયા, જેથી તેઓશ્રીની ઈચ્છા મુજબ અને તેઓશ્રીને ખાસ વિશ્વાસપાત્ર શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ બાકીને અપૂર્ણ રહેલો રાસ પૂર્ણ કરેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 388