Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 13
________________ શ્રીપાળ રાજાને શસ. કુણુ લક્ષણ જીવિત તણું રે? કુણુ મનમણે ઘર નારી? કુસુમ કુણ ઉત્તમ કહ્યું રે? પરણી શું કરે કુમારીરે. વત્સ૦ ૨ એકે વય એહ રે, ઉત્તર ઇણી પરે થાય; સુરસુંદરી કહે તાતજી રે, સુણજો “સાસરે જાય રે, નૃપ અવધારજો. અરથ સુણી અમ એહ રે, મહત્વ વધારજો. ૩ અર્થ–મનમાં અધિક હર્ષ લાવીને પ્રજા પાળ રાજા ફરી પ્રશ્ન પૂછવા લાગે, કેમકે વિનય અને વિદ્યાથી બાલિકાના વચનને વિનોદ બહુ જ મીઠો લાગતો હતો. જેથી કહેવા લાગે કે–“હે વત્સ! તમે તમારા દિલમાં વિચારી અમે જે પ્રશ્નો પૂછીએ તેના ઉત્તરે આપીને અમારા મનના સંશય દૂર કરજે.” આ પ્રમાણે કહી પ્રથમ સુરસુંદરીને પૂછ્યું કે-“જીવવાની નિશાની શી ? કામદેવની સ્ત્રી કઈ ? કેલેમાં ઉત્તમ કુલ કયું? અને કુંવારી પરણ્યા પછી શું કરે ?” આ ચારે પ્રશ્નો સાંભળીને સુરસુંદરીએ હૃદય સાથે વિચારીને તરત કહ્યું કે –“હે તાતજી ! આપે પૂછેલાં જુદા જુદા ચારે પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે ફક્ત એક જ વચનમાં થાય છે તે સાંભળો. “સાસરે જાય” એટલે કે જીવ છે કે નહીં તેની નિશાની સાસ-શ્વાસ જ છે કામદેવની સ્ત્રી રતિ જ છે ! ફૂલ જય-જાઈનું જ ઉત્તમ છે ! અને કુંવારી હોય તે પરણીને સાસરે જાય છે ! હે પિતાજી ! આ અર્થ સાંભળીને અમારું માન વધારવાની વિનતિ સ્વીકારે. ” -૧ થી ૩ મયણાને મહીપતિ કહે રે, અર્થ કહો અમ એક; જો તમે શાસ્ત્ર સંભાળતાં રે, વાધ્યો હૃદય વિવેક રે. વત્સત્ર ૪ આદ્ય અક્ષર વિણ જેહછે રે, જગજીવાડણહાર; તેહ જ મધ્યાક્ષર વિના રે, જગસંહારણહાર રે. વત્સ૦ ૫ 'અંત્યાક્ષર વિણ આપણું રે, લાગે સહુને મીઠ; મયણા કહે સુણજે પિતા રે, તે મેં નયણે દીઠ રે. નૃપ૦ ૬ અર્થ –આ પ્રમાણે સુરસુંદરીથી ઉત્તર મળતાં હર્ષ પ્રાપ્ત થયા પછી મયણાસુંદરી પ્રત્યે પ્રજા પાળ રાજાએ પૂછયું કે-“જો તમે તમારા શા તપાસતાં મનની અંદર વિવેક વધ્ય હોય તો અમને એક શબ્દમાં જ આ પ્રશ્નનો ખુલાસે કહી બતાવે કે–એક ત્રણ અક્ષરનો શબ્દ છે, તે પકીને જે પહેલો અક્ષર કાઢી નાખીએ તો બાકી રહેલ બે અક્ષરથી બનતા શબ્દનો જગને જીવાડનારો અર્થ થાય છે, અને જે તે ત્રણમાંથી છેલ્લે અક્ષર બાદ કરીએ તો તેથી બનતો શબ્દ આપણ સર્વને વહાલું લાગે છે ત્યારે તે ત્રણ અક્ષરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 388