Book Title: Shripal Raja no Ras Author(s): Sarabhai Manilal Nawab Publisher: Jain Kala Sahitya Prakashan Gruh View full book textPage 9
________________ શ્રીપાળ રાજાનો રાસ. જોઈ ઈર્ષોથી તપી જઈને તેનો પ્રતાપ ન જોઈ શકવાથી શાંતિ પામવા સમુદ્રમાં જઈને પડી, મતલબકે તે વખતે ઉજજય નગરી સંપૂર્ણ વૈભવના શિખર ઉપર હતી કે જેની સરખામણીમાં તે વખતે બીજી કઈ નગરી નહોતી. (૨ થી ૩) પ્રજાપાલ પ્રતાપે તિહાં, ભૂપતિ સવિ સિરદાર લલના; રાણી સૌભાગ્યસુંદરી, રૂપસુંદરી ભરતાર લલના. દેશ૦ ૪ સહજે સોહાગસુંદરી, મન માને મિથ્યાત લલના; રૂપસુંદરી ચિત્તમાં રમેં, સૂધિ સમકિત વાત લલના. દેશસુરપરે સુખ સંસારનાં, ભગવતાં ભૂપાલ લલના; પુત્રી એકેકી પામીએ, રાણી દોય રસાલ લલના. દેશએક અનૂપમ સુરલતા, વાધે વધતે રૂપ લલના; બીજી બીજ તણી પરે, ઈંદુકળા અભિરૂપ લલના. દેશ૦ ૭ સેહગદેવી સુતાતણું, નામ હવે નરનાહ લલના; સુરસુંદરી સોહામણી, આણી અધિક ઉચ્છાહ લલના. દેશ૦ ૮ રૂપસુંદરી રાણી તણી, પુત્રી પાવન અંગ લલના; નામ તાસ નરપતિ ઠ, મયણાસુંદરી મનરંગ લલના. દેશ૦ ૯ અર્થ –તે ઉજાણી નગરીના સિંહાસન ઉપર સર્વ રાજાઓને શિરોમણી-સરદાર એ પ્રજપાલ નામને રાજા રાજય કરતો હતો કે જે ધર્મ તથા પ્રજાનું પાલન યોગ્ય રીતે કરતો હત; એ રાજાને બે રાણીઓ હતી. એકનું નામ ભાગ્યસુંદરી બીજીનું નામ રૂપસુંદરી. સૌભાગ્યસુંદરી સ્વભાવથી જ મિથ્યાત્વધર્મને માનનારી હતી, જ્યારે રૂપસુંદરીના ચિત્તમાં અમૃતરૂપી સમકિત રમી રહ્યું હતું એટલે સમ્યક્ત્વ ધર્મનું પાલન કરતી હતી. સ્વર્ગના દેવતાની પેઠે એ રાજા બંને રાણીઓની સાથે સંસાર સુખ ભોગવતાં બંને રાણી એ અકેક સુંદર પુત્રીનો જન્મ આપે. બંને કુંવરીઓમાંથી એક કુંવરીકેની પણ ઉપમા ન આપી શકાય એ રીતે ઉંમર સાથે રૂપમાં વધતી જતી હતી. ત્યારે બીજી કુંવરી શુકલપક્ષના બીજના ચંદ્રમાની કળાની જેમ વધતી હતી. સૌભાગ્યસુંદરીની કુંવરીનું અધિક ઉત્સાહ લાવી રાજાએ સુરસુંદરી એવું ભાયમાન નામ આપ્યું અને રાણી રૂપસુંદરીની પુત્રી કે જેના અંગોપાંગ સર્વ પવિત્ર છે તેનું રાજએ મનને આનંદ પમાડે તેવું મયણાસુંદરી નામ આપ્યું. (૪ થી ૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 388