Book Title: Shripal Raja no Ras
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Jain Kala Sahitya Prakashan Gruh

View full book text
Previous | Next

Page 7
________________ * શ્રીપાળ રાજાને રાસ. દરસણ દુર્લભ જ્ઞાનગુણુ, ચારિત્ર તપ સુવિચાર; સિદ્ધચક્ર એ સેવતાં, પામી જે ભવપાર. હભવ પરભવ એહથી, સુખ સંપદ સુવિશાલ; રાગ સાગ હૈારવ ટળે, જિમ નરપતિ શ્રીપાલ. પૂછે શ્રેણિકરાય પ્રભુ, તે કુણુ પુન્ય પવિત્ર; ઈંદ્રભૂતિ તવ ઉપદિશે, શ્રી શ્રીપાલચરિત્ર. અ:—તે કાળમાં તે સમયે શ્રીમાન મહાવીર પરમાત્માને આદેશ થતાં મુખ્ય ગણધર શ્રીગોતમસ્વામી રાજગૃહીનગરીએ પધાર્યા. ઊ રાજગૃહી નગરી તે વખતે મગધદેશની મુખ્ય રાજધાની ગણાતી હતી. ગુરૂ શ્રીગૌતમસ્વામીના પધારવાની શ્રેણિકરાજાને જાણ થતાં પિરવાર અને ભાવિકજના સાથે ગૌતમગુરૂ પાસે આવી યથાયેાગ્ય વદન કરી યોગ્ય સ્થળે બેઠા. પછી ગૌતમસ્વામી નીચે પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યા. આર ગુણ્ણાએ બિરાજમાન, કેવળજ્ઞાન અને કેવળદનધારી એવા જે અરિહતપ્રભુ કે જેઓશ્રી અનેક સ્થાનાએ વિચરી ભવ્ય જીવેાના ઉપર અનંત ઉપકાર કરી રહ્યા છે તે અરિહંત મહારાજ (૧) તથા આઠે કર્મને ક્ષય કરી આઠ ગુણે કરી સહિત જે મે ક્ષમદિરમાં પધારેલ છે એવા સિદ્ધભગવત, (ર) તેમ જ છત્રીશ ગુણે કરી સહિત એવા આચાર્ય મહારાજ (૩) પચીશ ગુણાયુક્ત જે ભણે અને ભણાવે એવા ઉપાધ્યાયજીમહારાજ (૪) અને સત્યાવીશ ગુણે કરી ોભિત સર્વ મુનિમહારાજ (૫) એ પાંચ પરમેષ્ટિ કે જેમાં પ્રથમના એ દેવ–પ્રભુ અને પછીના ત્રણ ગુરૂમહારાજ કે જે સકળ ગુણૅ કરી સહિત છે તે પાંચે પદોનું નિરંતર ભજન-સ્મરણ-ધ્યાન કરે, Jain Education International જે ફરસવું–પામવું અતિ દુર્લભ છે એવું સમકિત દર્શીન કે જેના વિના જ્ઞાન, ચારિત્ર અને તપની ગણના થતી નથી અને ભવ્યાત્માએ પણ સમ્યક્ત્વવાળા જ ગણાય છે, છઠ્ઠું દનપદ, સાતમું જ્ઞાનપદ આઠમું ચારિત્રપદ અને નવમું તપપદ આ ચાર ગુણે અને પ્રથમના પાંચ પદો ગુણી કહેવાય છે. એ નવે પદોનું સુંદર વિચારોવડે કષાયેા રહિત થઈ, ચિત્તની નિર્મળતાએ ગુરૂએ બતાવેલ વિધિપૂર્વક હે ભવ્ય જીવે ! તમે આરાધન કરા–સેવા. આ નવપદ તે શ્રીસિદ્ધચક્રજી છે તેમનું આરાધન કરનાર પ્રાણી આ સંસારસમુદ્રના પાર પામે છે. આ નવપજીની સેવાથી આ ભવ તથા પરભવને વિષે અત્યંત મેાટા વિશાળ સુખ, વેલવ, સુપા પામીએ તથા કોઈ પણ પ્રકારના રોગ, શાક અને મહા ભયંકર દુષ્કાળ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 388