Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 395
________________ ૩૫૫ છે. પુદગલ દ્રવ્યનું લક્ષણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ છે. પુદ્દગલથી આત્માની ભિન્નતા નિર્ણત થતાં “મિટયો નિજ રૂપ માઠે ” આ ભાવ મહાપુરૂષને સ્પર્યો અને ચિતન્યથી આત્માની એકતા નિણીત થઈ તે વખતે શુદ્ધ આત્મ ચૈતન્યને પામેલા અરિહંત અને સિદ્ધ ભગવંતે સાથે એકતા ભાવિત થઈ અને અરિહંત, સિદ્ધ ભગવંતેના શુદ્ધ આત્મ ચિતન્યનું ધ્યાન થતાં, તદાકાર ઉપગે પરમાત્મ ધ્યાનમાં લીનતા થતાં, ધ્યાન અભેદ એટલે સમાપત્તિ થઈ. અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેયની અભેદ રૂપ સમાપત્તિ થતાં નિજ સ્વરૂપના અનુભવને પરમાનંદ મળ્યો. માટે જ અહીં કહ્યું છે કે – “અનુભવ ગુણ આવ્યા નિજ અંગે, મિટયો રૂ૫ નિજ માઠે” | પરમાત્માની કૃપા થતાં એટલે પરમાત્માને તાવિક નમસ્કાર રૂપે અભેદ પ્રણિધાન થવી રૂપ પ્રભુની કૃપા થતાં હવે સર્વ ઉપાધિ શમી ગઈ. “Namo' is entering into Abundant Energy. અચિંત્ય શક્તિના નિધાનનું પ્રવેશદ્વાર નમસ્કાર ભાવ છે. નમવું એટલે પરિણમવું. પરિણમવું એટલે તત્ સ્વરૂપ બનવું. (તદાકાર ઉપગે પરિણમવું.) તત્ સ્વરૂપ બનવું એટલે તે રૂ૫ હેવાનો અનુભવ કરો. છેવટે તદ્રુપ બનવું એટલે તે રૂપ થઈને રહેવું. “નમો અરિહંતાણું” આદિ પદે દ્વારા જેને નમસ્કાર - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406