Book Title: Shripal Maynana Adhyatmik Jivan Rahasyo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Ashokbhai Babubhai Kadiwala

View full book text
Previous | Next

Page 403
________________ ૩૬૩ નવી (opening) શરૂઆત થઈ. આપણા જીવનનું દિવ્ય પાનું ખૂલ્યું. નવપદની આરાધના દ્વારા આત્મસ્વરૂપને અનુભવ અને આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટેનું નવું દ્વાર ખૂલ્યું, આ શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન પ્રસંગે દ્વારા અધ્યાત્માની પૂજ્ય પંન્યાસ ભદ્રકવિજયજી મહારાજના સંદેશાને આપણા જીવનમાં સક્રિય બનાવવાની અદભુત પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ. આપણી આ નાનકડી જિંદગીમાં નવપદજી ભગવાન સાથે આપણું આત્માને ભાવસંબંધ બાંધવા માટે દેવગુરૂ કૃપાથી જે કાંઈ આ ગ્રંથમાં લખાયું છે, તેમાં જે કાંઈનું સારૂં છે તે પૂજ્ય પંન્યાસજી મહારાજની કૃપાનું ફળ છે. જે કાંઈ ભૂલચૂક છે તે મારા છઘરથાણુના દોષના કારણે છે. આ નવપદે સૌના હૃદયમાં રહે ! સૌ ભાવપૂર્વક પરમાત્મા અરિહંતદેવને પિતાના હૃદયમંદિરમાં પધરાવે ! અને પરમકારી, પરમપૂજ્ય, નમસ્કાર ભાવ સંનિષ્ઠ, પંન્યાસજી મહારાજ ભદ્રંકરવિજયજીની આ ભાવના સર્વત્ર જગત ઉપર પહોંચે તેવા ભાવ સાથે આ ગ્રંથ પૂર્ણ થાય છે. ગિરનાર મહાતીર્થ, ૨૦૪૦, વૈશાખ સુદ ૧૪, સેમવાર, તા. ૧૪-૫-૮૪ લિ. સંતોની ચરણરજ સમાન બાબુ કડીવાળાના આ ગ્રંથના વાચકને ભાવભર્યો વંદન. પ્રણામ.. T૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 401 402 403 404 405 406