Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Author(s): Sudha Sheth
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 2
________________ પરમકૃપાળુદેવે મુમુક્ષુ જીવોના કલ્યાણાર્થે જે બે ચિત્રપટજી પડાવવાની કૃપા કરી તે પવિત્ર ભૂમિ શ્રી વઢવાણ કૅમ્પ (હાલ સુરેન્દ્રનગર)માં શ્રી સુધાબહેનનો જન્મ. તેમના બાપુજી મોરબી સ્ટેટના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અને આઝાદી બાદ ઇન્કમટેક્ષ ઑફિસર. બદલી થતાં શ્રી ગિરનાર તીર્થની નજીક નિવાસ. શિક્ષણની શરૂઆત શ્રી સૂરતની ‘જીવનભારતી’ શાળામાં. પછીનાં ૫ વર્ષ નિર્વાણભૂમિ શ્રી રાજકોટ તીર્થમાં. નિર્વાણભુવન (નર્મદા મેન્શન) માં બાપુજીના મામાશ્રી રહેતા એટલે ત્યાં જતાં ત્યારે ‘બહુ પુણ્ય કેરા’ ગાતાં, ‘અપૂર્વ અવસર’ સાંભળતાં. પણ શ્રીમદ્ રાજચંદ્રજી વિષે કંઇ ખબર નહોતી ! સમાધિમંદિરની નજીક જયરાજ પ્લોટની જૈનશાળામાં સામાયિક, પ્રતિક્રમણ મુખપાઠ અને પર્યુષણમાં પણ ભણાવતાં. ૭ શ્રેણીની પરીક્ષામાં સૌરાષ્ટ્રભરમાં ૨જા નંબરે સફળ. મોરબી તીર્થમાં સ્નાતક સુધીનું શિક્ષણ. ૧ વર્ષમાં ૨ ધોરણ ભણતાં ૧૪મે વર્ષે મેટ્રિક પણ Underage ને લીધે કૉલેજમાં પ્રવેશ ન મળતાં, રહ્યાં ઘેર ને ભણ્યાં ઢેર ! રોટરી ક્લબ તરફથી ૫ હજાર વિદ્યાર્થીમાં 'The Best Student" માટે નીતિશ લાહેરી શિલ્ડ એનાયત. ભક્તામર આદિ અનેક સ્તોત્રો, તત્ત્વાર્થ સૂત્ર, કર્મગ્રંથો, થોકડા, દશવૈકાલિક-ઉત્તરાધ્યયન સૂત્રનું વાચન અને કંઠસ્થ. કૃપાળુદેવે ૧૨ અવધાન કરેલા તે સ્થાનકવાસી જૈન ઉપાશ્રયનાં પવિત્ર સ્થળે અને પ્લોટની પૌષધશાળામાં અધ્યયનનો અણમોલ લ્હાવ લીધો તે ગોડલ-લીંબડી સંપ્રદાયનાં સાધ્વીજી પાસે. For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 686