Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Author(s): Sudha Sheth
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 7
________________ આવો આ કોશ લખાઈ ગયો હોય, આપ સહુના સલૂણા સહકારભર્યું આર્થિક ઉત્તરદાયિત્વ હોય, પરંતુ નીચેના ભાઇઓ કાંઈ કરે નહીં તો? અક્ષર ફોટોટાઇપોગ્રાફીવાળા ભાઇશ્રી ભાવિનભાઇની ધીરજ અને દોડાદોડી, ટાઇપસેટર શ્રી પ્રફુલ્લભાઈની ચીવટ અને મહેનત, ચિત્રપટજી માટે શ્રી હિતેષભાઈ અને છેલ્લે સુપર પ્રિન્ટર્સવાળા ભાઇશ્રી વિક્રમભાઇના સુંદર સહકાર બદલ અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ બધા ભાઈઓ પ્રકાશિત ન કરત તો આ કોશ આપને હસ્તગત કેવી રીતે થાત? બાકી તો, આ હૂંડાવસર્પિણી કાળમાં બીજા મહાવીર ઃ પરમકૃપાળુદેવ શ્રીમ રાજચંદ્રજીનું માહાસ્યવેદયું છે તે કેવી રીતે શબ્દસ્થ કરું? તેમનો એક એક શબ્દ અણમોલ રત્ન છે. શતાવધાનસિદ્ધિ જે તેમને સહજસ્વભાવસિદ્ધ હતી પણ ૧૯ વર્ષની ભરયુવાનીમાં કેવી ફગાવી દીધી? કેવો ત્યાગ? આ સત્યની નિરંતર અસર તળે જીવું છું. સમજીને શમાવાનો માર્ગ છે, એ સમજવાનો પુરુષાર્થ સફળ થાઓ. પરમકૃપાળુદેવના અંતરના મર્મ સમજાવતા પરમોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને પરમ પૂજ્ય બ્રહ્મચારીજીને પણ અગણિત નમસ્કાર છે. જેમના સત્સંગ વિના સુધા આ સુધા ન હોત તે બાળ બ્રહ્મચારી પ.પૂ.ડૉ. શ્રી શાન્તિભાઈ પટેલને પણ પ્રણામ. સપુરુષોના અંતરઆશયનાં રહસ્યોદ્દઘાટન તો આ બધાં કરી શકે, હું પામર શું કરી શકું?” આ કોશ પ્રકાશન કરવાનું શ્રેય અને સાહસ જેમણે કર્યું છે તે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, બાંધણીના મુખ્ય પદાધિકારી ભાઇશ્રી ધર્મેશભાઈ પટેલને હાર્દિક ધન્યવાદ સાથે બધા પદાધિકારીનો પણ આભાર માનું છું. બા.બ્ર.પરમ પૂજ્ય શ્રી મગનભાઈ (બાપા) પટેલની શીળી આશિષ મમ મસ્તકે જ છે. તેમને પણ વંદન. છેક છેલ્લે, ક્યાંયે દાતા નામાવલિમાં ભૂલ રહી ગઈ હોય તે તો ક્ષમ્ય ન હોવા છતાં ક્ષમ્ય લેખશોજી. અર્થલેખનમાં ઉપયોગ ચૂકાયો હોય તો તે બદલ સર્વશદેવની, કૃપાળુદેવની, તારકત્રિપુટીની અને આપ સહુ સુજનોની ખરા અંતઃકરણથી ક્ષમાપના લઉં છું. ગૃહસ્થી નિભાવતાં ઘરમાં જે સ્વચ્છતા, વ્યવસ્થા ને ચોકસાઈનો આગ્રહ છે તેના કરતાં અનેકગણી કાળજી રાખી હોવા છતાં ક્યાંયે ક્ષતિ લાગે કે શિષ્ટ સાહિત્યની શિસ્તભંગ લાગે તો એકલે હાથે ઝઝૂમ્યાં છે એટલું લક્ષમાં રાખી સંતવ્ય ગણવા નમ્ર વિનંતિ. ભાષા અને વાણીનો પણ એક અધ્યાસ છે અને એ ખ્યાલમાં છે. સાચો તો પુરુષ પ્રત્યેનો અર્થાતુ પરમકૃપાળુદેવ પ્રત્યેનો ભાવ. આ કોશમાં ક્યાંક પણ અર્થ વાંચીને-સમજીને તેમના પ્રત્યે ઓર ભાવ, અહોભાવ કે શ્રદ્ધાની શુદ્ધિ ને પ્રેમની વૃદ્ધિ થશે, ફલત ભાવભાસન થશે, સમાધિ થશે તો કૃતાર્થતા માનીશ. આ કોશ કોષ બની રહો. આપણે સહુ એ મજાનો ખજાનો માણીને મોક્ષ પામીએ એ જ મંગળ મનોકામના. | સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ.. સુધા રાજકોટ તીર્થ તા.૧-૩-૨૦૦૭ સવિનય જયપ્રભુ સાથે... લાઉઝ વિશ્વમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 686