Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Author(s): Sudha Sheth
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 10
________________ પ્રકાશકનું નિવેદન | શ્રીમદ્ રાજપ્રભુને નમસ્કાર// II શ્રી લઘુરાજજીને નમસ્કાર | શ્રી બ્રહ્મદેવને નમસ્કાર! જય પ્રભુ. મારા અને મુમુક્ષુઓના પરમ પુણ્યોદય તે આપણને આજે મળે છે, “શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત શબ્દરનકોશ”. આ સંસ્થા તરફથી પ્રકાશન કરતાં અત્યંત આનંદ અનુભવું છું. એટલી ખબર છે કે, ઈ.સ.૧૯૮૩ માં આત્મકલ્યાણ માટે કેલિફોર્નિયા, USA છોડીને એક યુગલ ૪ વર્ષના શ્રેણિકને લઈને શ્રી અગાસ આશ્રમમાં આરાધના કરવા આવ્યું. પ.પૂ.બ્રહ્મચારીજીનાં સાન્નિધ્યમાં ૧૨ વર્ષ રહેલા, કૃપાળુદેવ પર પહેલું Ph.D કરનાર, USAની યુનિવર્સિટીઝમાં પણ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનીઓ કરતાં કૃપાળુદેવ શું વિશેષ કહે છે, સમજાવે છે તે તેમનાં જ વચનથી અને ઈંગ્લીશમાં પણ સચોટપણે સમજાવનાર બાળ બ્રહ્મચારી પરમ પૂજ્ય ડૉ. શ્રી શાન્તિભાઇનો એવો તે કેવો સત્સંગ હશે કે આ “કપલ' નામે શ્રી સુધાબહેન અને શ્રી નિરંજનભાઈ શેઠ ત્યાંની સુખસાહ્યબી છોડીને અમેરિકાથી સીધા અગાસ આશ્રમમાં સ્થાયી થઈ શક્યાં અને વળી લગાતાર ૧૪ વર્ષ સુધી? ૧૮ વર્ષ જૂની વાત છે ને હું યે લગભગ એવડો જ હોઇશ. ફેબ્રુઆરી ૧૯૮૯ ની વાત કરું છું. આ મંદિરની પ્રતિષ્ઠા પૂજ્ય સુધાબહેનના વરદ હસ્તે થઈ છે. આજીવન બ્રહ્મચર્યદીક્ષા હોવાને કારણે કે વિરક્ત હોય એટલે પણ કદી ઘરના બહારના પ્રસંગમાં નહીં જનારાં આ બન્નેએ પૂરા પ દિવસની પ્રતિષ્ઠા પ્રસંગે તો પ્રાણ પાથરી દીધા હતા. માત્ર ૩૧ દિવસમાં 200 પાનાંનો બાંધણી પ્રતિષ્ઠા સ્મારક ગ્રંથ' પ્રકાશિત કરી શક્યાં હતાં. વાંચન-લેખન-પ્રકાશન બધું જ આવી ગયું. ફોન નહીં, વાહન નહીં, એમ સાધન ટાંચા છતાં. ૧૯૯૬ માં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર, શિકાગોમાં પણ તેમણે પ્રતિષ્ઠા કરેલી. અમેરિકાનાં વિવિધ રાજ્યોમાં અને શ્રી રાજકોટ તીર્થમાં થયેલા તેમના પર્યુષણ સ્વાધ્યાયોથી તો આપ સુપરિચિત છો. આ સિવાય પણ “શ્રીમદ્ રાજચંદ્ર નિર્વાણશતાબ્દી સ્મરણિકા તથા “સહજ વીરત્વ” ભાગ ૧ અને ભાગ ૨ જેવા શ્રેષ્ઠ પુસ્તકોનું લેખન, સંપાદન અને પ્રકાશન કરેલ છે. આ કોશ વિષે તો શ્રી સુધાબહેન લખે એ જ બરોબર છે. મંદિરજીમાં ત્રણે સપુરુષોનાં પ્રતિમાજી છે, ચિત્રપટજી છે, સ્વાધ્યાયમંડ છે, ધ્યાનકક્ષ છે. પાદુકાજીયુક્ત ૨ દહેરી છે, દહેરાસરજી નિર્માણાધીન છે, ભોજનશાળા છે, ૪૦ જેટલી એટેડ ટોઇલેટબાથરૂમની રૂમ પણ છે. આપની યથાશક્તિ સેવા કરવાનો લાભ આપવા જરૂર પધારશોજી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી રચિત “પ્રજ્ઞાવબોધ'નાં ૧૦૮ પુષ્પોની વિવિધ સ્વરકારો પાસે આછાં સંગીત સાથે ગવરાવીને સુંદર CDs પણ શ્રી સુધાબહેને મુમુક્ષુજનોના સહકારથી બનાવરાવી છે. ટૂંક સમયમાં અહીંથી પણ ઉપલબ્ધ થઈ શકશે. અંતમાં, પૂજ્ય શ્રી સુધાબહેનનો આ Dictionary માટે ખૂબ ખૂબ આભાર માનીને વંદન કરું છું. કોશ સહુને કલ્યાણરૂપ હો એ શુભેચ્છા. બાંધણી ધર્મેશ પટેલ માર્ચ ૨૦૦૭ મેનેજીંગ ટ્રસ્ટી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 686