Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha
Author(s): Sudha Sheth
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 686
________________ ઇ.સ. ૧૯૬૭માં કુપાળુદેવની જન્મશતાબ્દી ઉત્સવમાં એ તીર્થમાં થયેલું ભાવસભર શરણાઇવાદન, અખંડ ભક્તિજાગરણ આજેય તેમને હલાવી નાખે છે. દીક્ષા માટે બા સિવાય સહની અસંમતિ એટલે તેમનાં ગુરુણીપદે કોઇ નહીં. મોરબી-રાજકોટ Up-down કરીને M.A. (Entire Economics) થયાં, Law નું 1 વર્ષ કર્યું.આ અરસા દરમ્યાન પૂ. કાનજી સ્વામી, સંતબાલજી, આચાર્ય તુલસી, રજનીશજી, જીવદયાપ્રેમી પૂ. જેઠમલજી મહારાજ વગેરેને મોરબીના આંગણે સાંભળવાનો, સવાલ-જવાબ કરવાનો, સ્વાગત અને આભારનો અવસર પણ તેમને પ્રતીતિ ન આવી, ન થઇ. નામે નિરંજન, અવટંક-શાખે શેઠ, વિચારે પૂરું સામ્ય ધરાવતા સુશીલ સંસ્કારી જીવનસાથી સાથે USA માં કેલિફોર્નિયામાં લૉસ એન્જલસ-LA ની ધરતીનો પોકાર. ત્યાં પણ શિક્ષણ-સંસ્કાર-અધ્યાત્મની પ્રવૃત્તિ ચાલુ. અઠ્ઠાઈ અને સોળભથ્થુ (17 ઉપવાસ) નિમિત્તથી જૈન સેન્ટરનો આરંભ. સપ્તાહમાં ઘરે પણ 2 વાર વાંચન-ભક્તિ. પ.પૂ.બા.બ્ર. ડૉ. શ્રી શાન્તિભાઇ પટેલનો 1982 માં અપૂર્વ સત્સંગ, આગ્રહ છૂટ્યા અને આત્મા-ધર્મનું ખરું ભાન થયું. હે જીવ! આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ” ની ચેતવણીની ચોટ વાગી. અગાસ આશ્રમ, જીવનકળા કે વચનામૃતથી તદ્દન અજાણ છતાં બન્ને બાંધ ગઠરિયાં' ને 1983 માં ગ્રીન કાર્ડને તિલાંજલિ, આવ્યાં ભારત અને રહી જાયું શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં જે પહેલાં કદી જોયો નહોતો ! સંઘની સાક્ષીએ કૃપાળુદેવ સમક્ષ ૫.પૂ. શાન્તિભાઈની પ્રત્યક્ષ આજીવન બ્રહ્મચર્ય વ્રતની દીક્ષા. જિંદગીનાં સૌથી વધુ વર્ષ-૧૪ વર્ષ અને 6 માસ અગાસ આશ્રમમાં સાધના-આરાધના કરતાં એકધારાં રહ્યાં અને લાભ્યાં. પુત્ર શ્રેણિક 1 થી 12 ધોરણ ભારતીય વિદ્યાભવન-વડોદરામાં ભણ્યા, વિદ્યાનગરમાં M.B.A. થયા. જવલ્લે જ જોવા મળતો શિક્ષણ-સંસ્કાર-યુવાવયનો ત્યાગ - શ્રી અને સરસ્વતીનો સુમેળ ધરાવતાં, સદા યે પોતાનાં ચારેય માતાપિતાનો, ગુરુજનોનો આદર કરતાં, કૃપાળુદેવ-પ્રભુશ્રીજી-બ્રહ્મચારીજીની તારકત્રિપુટીથી ભરપેટ સંતોષ અને ભરપૂર આનંદવંતાં, પરમ પ્રેમ વહાવતાં, અગાસ તીર્થભૂમિ અને મુમુક્ષુ મહાનુભાવો પરત્વે કૃતજ્ઞતા વેદતાં એકાંતપ્રિય, અસંગ, સફળ ગૃહિણી, વાત્સલ્યવંત નિરભિમાની નમ્રતમ પાત્ર તે શ્રી સુધાબહેનને નિઃસ્પૃહભાવે આ શબ્દરત્નકોશ આપવા બદલ અભિનંદન-વંદન કરીએ તેટલાં ઓછાં! // સહજત્મસ્વરૂપ પરમ ગુરુ // ગુરુપૂર્ણિમા તા. 30-7-2007 Fon Private Personal use only

Loading...

Page Navigation
1 ... 684 685 686