Book Title: Shrimad Rajchandra Vachanamrutji Shabdaratnakosha Author(s): Sudha Sheth Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ આ પ્રસ્તાવના || શ્રી ‘સહજ’ ને નમોનમઃ | વર્ષો જૂની રાહનો આજે અંત આવે છે અને આપ સહુના કરકમળમાં “શ્રીમદ્ રાજચંદ્ર શબ્દરત્નકોશ” અર્પતાં આનંદ અનુભવું છું. સાથે સાથે ધારણા કરતાં ચારેક માસ વિલંબ થયો છે તે બદલ ક્ષમાયાચના પણ કરું છું. જો કે, આવા ભગીરથ જ્ઞાનયજ્ઞમાં સ્વાભાવિક છે એ ય ખરું. આમ તો, ઈ.સ.૧૯૮૩માં અમેરિકા છોડીને શ્રી અગાસ આશ્રમના સતત ૧૪ વર્ષના નિવાસ દરમ્યાન, ઈ.સ.૧૯૮૮ માં આ શબ્દાર્થ લખવાનો પ્રારંભ કરેલો. લગભગ એ જ વર્ષે ૨૫૦૦ શબ્દના અર્થ લખાઈ ગયેલા. આમ શબ્દકોશનો શુભારંભ તો શુભસ્થળે જ થયો. પછી જાણે કંઈ જાણતાં જ નથી! કોઈ કોઈ પાસે એ નોટબૂક ખરી, ફરી પણ આગળ લખવાની વાત ન સરી, વીસરી જ ગઈ કે શું? આખરે ઈ.સ. ૨૦૦૬ (ગત સાલ)ના કૃપાળુદેવના નિર્વાણદિને પ્રસ્તુત શબ્દકોશ, શબ્દાર્થકોશ, શબ્દસંદર્ભકોશ કે શબ્દરત્નકોશ પૂર્ણ કરવા કૃતનિશ્ચયી બનીને કામ હાથ ધર્યું. ૧૦ માસ સુધી સતત-અવિરત-અનવરત રોજના ૧૬ કલાક કે વધુ અભણ જ્ઞાનોપયોગ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત જેવાં સત્કૃત-પરમકૃત ખાતે જ પ્રવર્યો છે અને આ ૧૫હજાર શબ્દના અર્થનું, સંસ્કૃત વ્યુત્પત્તિનું, સંદર્ભનું, તિથિમાંથી તારીખના રૂપાંતરનું, પ્રેસ કૉપી, મુફ રીડીંગ અને પ્રસ્તાવના ઈત્યાદિ સઘળી જવાબદારી અદા થઈ શકી તે શ્રી સદ્ગુરુદેવશ્રી જ બલિહારી છે. એની નિષ્કારણ કરુણાથી બધું નિર્વિદને પાર પડી રહ્યું છે. આ જીવની કોઈ હોંશિયારી-બહાદુરી-ગુંજાઇશ નથી એટલું અવશ્ય માનવા વિનંતિ. કોશ પરિચય આપતાં પહેલાં આભારની લાગણી વ્યક્ત કરું, રખે ભુલાઈ જાય ! આ જ્ઞાનયજ્ઞ જેવા સુકૃતના સહભાગી સર્વદાતાઓ-દાત્રીઓને દિલી મુબારકબાદી છે અને અંતરનાં અભિનંદન છે. શ્રીમદ્ રાજચંદ્રજી સંલગ્ન સંસ્થાઓની પણ એટલી જ ઋણી છું જેમણે મારામાં નિષ્ઠા રાખીને શીઘ્રમેવ પત્ર, ફોન, ફેક્સથી શુભેચ્છા અને અર્થસૌજન્યથી અનુમોદના કરેલ છે. આ ગ્રંથ લખાય અને છપાય એ દરમ્યાન જે જે આત્માઓ દિવંગત થઈ ગયા તેમની નોંધ દિલગીરી સાથે લેવાઈ જાય છે. પ્રેમથી યોગદાન આપીને જતા રહ્યા, ન વાંચવા રોકાયા, ન આભાર ઝીલવા ઊભા રહ્યા! શ્રદ્ધા, ભાવ ને નિષ્ઠા અચૂક સાથે લઈ ગયા. જ્યાં છે ત્યાં શાંતિ મળે એ પ્રાર્થના. ઘરની વાત પણ કહી દઉં? માવિત્રની વાત કરું તો, મારી પાસેથી ક્યારે ય કોઈ અપેક્ષા રાખી જ નથી. બધે આવાં ભગીરથ કાર્ય માટે સદાયે શુભાશિષ વરસાવી છે, શુભેચ્છા પાઠવી છે અને પ્રોત્સાહન આપેલ છે. સમગ્ર સ્વજનસમાજનો યે ઋણ સ્વીકાર છે, કોઈ શુભાશુભ પ્રસંગમાં અમારી ક્યારેય હાજરી ન હોવા છતાં તેમનો એટલો જ સદ્ભાવ ને સ્વીકાર છે એ તેમની ઉદારતાને વંદના છે. બાકી મારા જેવા અલગારી સાથે રહેવું પૂ.શ્રી નિરંજનભાઈ, ચિ.શ્રેણિક અને હવે ચિ.પાયલને વસમું તો પડતું જ હશે ને? કે બધું સમું જ હોય? ઘરનાંનો સૌથી વધુ આભાર માનવો મુનાસિબ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 686